Ahmedabad Crime News: અમદાવાદમાંથી આજે એક સનસનીખેજ હત્યા કેસ સામે આવ્યો છે, શહેરના સોલા વિસ્તારમાં આજે સવારે એક આરોપી અન્ય વ્યક્તિનો મૃતદેહ લઇને ખુદ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. આ ઘટનામાં પ્રેમ પ્રકરણ સામેલ હોવાનું સામે આવ્યું છે. શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં આવેલા વિશ્વકર્મા બ્રિજ પાસે વહેલી સવારે આ ઘટના ઘટી જેમાં આરોપીએ અન્ય એકની કારમા છડી વડે હત્યા કરી નાંખી હતી, અને બાદમાં તેનો મૃતદેહ લઇને સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. આરોપીનું નામ સ્વપ્નિલ પ્રજાપતિ છે અને મૃતકનું નામ વેદાંત હોવાનું ખુલ્યુ છે. હાલ મૃતક વેદાતના મૃતદેહને સોલા હૉસ્પીટલમાં પૉસ્ટમૉર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. 


પ્રાપ્ત વિગતો અનુસાર, મૃતક સ્વપ્નિલ પ્રજાપતિ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હતો. મિત્ર વેદાંત સાથે તેની બેઠક હોવાનું પોલીસ સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે. પરંતુ રવિવારે વહેલી સવારે સ્વપ્નિલ પ્રજાપતિ અને વેદાંત વિશ્વકર્મા બ્રિજ પાસે એક કારમાં બેઠા બેઠા વાતો કરી રહ્યા હતા અને તે દરમિયાન વેદાંતની મહિલા મિત્ર અંગે સ્વપ્નિલ સાથે તકરાર થઈ હતી. જેને લઇ આરોપી વેદાંત ઉશ્કેરાઈ જઈ સ્વપ્નિલને કારમાં જ છરી વડે ઘા મારી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ત્યાર બાદ વેદાંત સીધો મૃતદેહ લઈ કાર સાથે પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો. ખુદ હત્યારો હત્યા કરી મૃતદેહ લઈ પોલીસ સ્ટેશન હાજર થઈ ગયો હતો.


આડા સંબંધોનો કરુણ અંજામ


સુરતમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં પત્નીએ પોતાની પતિની હત્યા ચપ્પૂના ઘા મારીને કરી નાંખી છે, પોલીસે આ ઘટનામાં બે આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં સામે આવ્યુ છે કે, પત્ની અને તેના બનેવી વચ્ચે છેલ્લા એક વર્ષથી અનૈતિક સંબંધો ચાલતા હતા, આ કારણોસર પતિ પત્ની વચ્ચે સત અણબનાવ રહેતો હતો. મળતી માહિતી પ્રમાણે, સુરતમાંથી ઘરેલુ કિસ્સામાં હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરત શહેરના ખટોદરા વિસ્તારમાં આડા સંબંધોનો કરુણ અંજામ સામે આવ્યો છે. વાત એમ છે કે, છેલ્લા એક વર્ષથી પત્ની અને બનેવી વચ્ચે અનૈતિક સંબંધો ચાલી રહ્યાં હતા, આ વાતની જાણ પતિની થઇ ગઇ હતી, આ પછી પતિ અને પત્ની વચ્ચે સતત અણબનાવ અને ઝઘડા થયા કરતાં હતા. પત્નીએ પોતાના પતિને સબક શીખવાડવાનું નક્કી કર્યુ અને પતિને ગાર્ડનમાં લઇ ગઇ હતી. આ દરમિયાન પત્નીએ પોતાના પતિને પોતાના ખોળામાં માથું નાંખીને સુવડાવ્યો, ત્યારે પતિના ગળા પર ધારદાર ચપ્પાના ઘા મારીને પતિની હત્યા કરી નાંખી હતી. જોકે, આ હત્યા બાદ પોલીસે બે આરોપીની ધરપકડ કરી લીધી હતી. જેમાં પત્ની અને હત્યામાં મદદગાર થનારા બનેવીની પણ ધરપકડ કરવામાં આવી હતી. 


સુરતમાં નરાધમ પતિએ જ પત્ની પર કરાવ્યો બળાત્કાર


સુરતમાં સંબંધોને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. હવે સ્થિતિ એ છે કે, મહિલા પોતાના ઘરમાં જ સુરક્ષિત નથી. કારણે કે, સુરતમાં પતિએ જ પોતાની પત્ની ઉપર બળાત્કાર કરાવ્યો છે. સુરતના પાંડેસરામાં રહેતી મહિલાને તેનો પતિ જ પોતાના મિત્ર સાથે સંબંધ બાંધવા મજબૂર કરતો હતો. એટલું જ નહીં જો મહિલા ના પાડે તો તેને માર મારતો હતો. પતિના ત્રાસથી કંટાળી પત્નીએ પોતાના ભાઇને આ બાબત જણાવી હતી. જેથી મામલો બહાર આવ્યો હતો. આ મહિલા મુળ યુપીની રહેવાસી છે. હાલમાં તે તેના પતિ સાથે સુરતમાં રહે છે જ્યાકે તેમનો પુત્ર યુપીમાં રહે છે.  જેમાં પતિની હાજરીમાં પતિનો મિત્ર મહિલા સાથે બળાત્કાર કરતો હતો. એટલું જ નહિ પરિણીતાએ આવું કરવાની ના પાડી તો પતિ તેને માર મારતો હતો. જેના કારણે પરિણીતાએ પતિના મિત્રની સાથે શરીર સંબંધ બાંધવા મજબૂર બની હતી. છેલ્લા 3 મહિનાથી પતિ અને તેનો મિત્ર આ મહિલા સાથે બળજબરી કરતા હતા. જે બાદ આવી હરકતોથી કંટાળી મહિલાએ પોલીસનો સહારો લીધો હતો.


4 ઓકટોબરે પતિએ પત્નીને દિવસમાં 3 વાર માર માર્યો હતો. જેના કારણે પરિણીતાએ વતનમાં રહેતા ભાઈને જાણ કરી હતી. આથી ભાઈએ તેને મિત્રને ત્યાં ચાલી જવાનું કહી આવતીકાલે સવારે હું લેવા આવીશ એમ કહ્યું હતું. બીજા દિવસે મહિલાને તેનો ભાઈ લેવા આવ્યો ત્યારે પતિની તમામ હકીકતો જણાવી હતી. જેથી ભાઈએ તેની બહેનને પાંડેસરા પોલીસ સ્ટેશને લઈ આવ્યો હતો. જ્યાં પોલીસે મહિલાની ફરિયાદ લઈ પતિ અને તેના મિત્ર સામે રેપનો ગુનો નોંધી બન્નેની ધરપકડ કરી છે. બન્ને આરોપીઓ મિલમાં મજૂરીકામ કરે છે. 33 વર્ષની પરિણીતા જુલાઇ મહિનામાં તેના 17 વર્ષના સગીર પુત્રને લઈ પતિ પાસે પાંડેસરામાં રહેવા આવી હતી. પુત્રની સ્કુલ શરૂ થતા તેને મોકલી આપ્યો અને પરિણીતા પતિ પાસે રોકાઈ ગઈ હતી.