અમદાવાદઃ શહેરના પોશ વિસ્તારમાં આવેલા શાંતિ પેલેસ બંગ્લોઝમાં એનઆરઆિ પટેલ દંપતીની હત્યા થતા ચકચાર મચી ઘઈ છે. થલતેજ વિસ્તારમાં હેબતપુર ચાર રસ્તા પર ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. શહેરના જાણીતા પટેલ પરિવારના બે સભ્યોની મોડી રાત્રે ચોરીના ઈરાદે ઘુસેલા શખ્સોએ હત્યા કરી હોવાની આશંકા છે.
મળતી વિગતો પ્રમાણે, અશોકભાઈ કરશનદાસ પટેલ (૭૧) અને તેમના પત્ની એનઆરઆઇ છે. તેમના પરિવારમાં દીકરી અને પુત્ર છે. દીકરી અમદાવાદમાં જ તેના પરિવાર સાથે જ રહે છે, જ્યારે પુત્ર દુબઈ રહે છે. આ દંપતી પણ 3 મહિના અમદાવાદ અને 3 મહિના દુબઈ રહે છે.
લૂંટના ઇરાદે હત્યા થઇ હોવાની આશંકા હાલ સેવવામાં આવી રહી છે. સિનિયર સીટીઝન દંપતીના મૃતદેહ સવારે ઘરમાંથી જ મળ્યા છે. ચોરી કે લૂંટના ઇરાદે હત્યાની શંકાથી પોલીસે તપાસ શરૂ કરી છે. ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરવામાં આવી છે.અશોકભાઈ કરશનદાસ પટેલ (૭૧) અને જ્યોત્સનાબેન અશોકભાઈ પટેલની હત્યા કરવામાં આવી છે.
ઘરઘાટી અથવા તો જાણભેદુ શખ્સોએ હત્યા નીપજાવી હોવાની આશંકા છે. અશોકભાઇના પુત્ર હેતાર્થ પટેલ દુબઇ રહે છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર સવારે 5.30 કલાકે ચા પીવા ઉઠ્યા હતા. સ્થાનિકોના મતે સવારે 8 થી 8.30 માં ઘટના બની છે. પુત્ર સાંજે અમદાવાદ આવશે.
Ahmedabad: પોશ વિસ્તારમાં ગળું કાપીને NRI પટેલ દંપતીની નિર્મમ હત્યા, પરિવારના આક્રંદથી વાતાવરણ ગમગીન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Mar 2021 10:57 AM (IST)
લૂંટના ઇરાદે હત્યા થઇ હોવાની આશંકા હાલ સેવવામાં આવી રહી છે. સિનિયર સીટીઝન દંપતીના મૃતદેહ સવારે ઘરમાંથી જ મળ્યા છે. ચોરી કે લૂંટના ઇરાદે હત્યાની શંકાથી પોલીસે તપાસ શરૂ કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -