પોલીસને ખાટલામાં એક વ્યક્તિને લઇ જતાં તસવીરોમાં જોઈ રહ્યા છો તે અમદાવાદના સરારદારનગર વિસ્તારના જ્યાં શુક્રવારે પોલીસે દેશી દારૂના અડ્ડા પર રેડ કરી હતી. પોલીસે આરોપી રાજેન્દ્ર માછરેકરની ધરપકડ કરી હતી પરંતુ આરોપી ખાટલામાં બેસી ગયો હતો અને ઉભો થવાની આનાકાની કરી રહ્યો ત્યારે પોલીસે ખાટલા સાથે જ આરોપીને ઉંચકી લીધો હતો.
આ દરમિયાન પોલીસે જ્યારે આરોપીને ખાટલા સાથે ઉંચકીને વિસ્તારમાંથી લઈ જઈ રહી હતી ત્યારે સ્થાનિકોએ રામ બોલો ભાઈ રામ બોલી રહ્યા હતાં અને ત્યાર બાદ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
આ આરોપી રાજેન્દ્ર માછરેકર સરદારનગર વિસ્તારનો નામી બુટલેગર છે અને અગાઉ પણ તેના પર અનેક ગુનાઓ નોંધાયા છે. પોલીસ દ્વારા કરવામાં આવેલા આ દારૂની રેડ ઝોન 4ના ડીસીપી નીરજકુમાર બડગુર્જર તથા એસીપી એ.એમ દેસાઇના નિર્દેશથી કરવામાં આવી હતી. જેમાં સરાદારનગર પોલીસ સ્ટેશનના પીઆઈ સી.આર જાદવ તથા બીજા અન્ય પોલીસ અધિકારીઓ સામેલ હતા.