Ahmedabad Hatya News: અમદાવાદના સાબમતી વિસ્તારમાથી વધુ એક મર્ડર કેસનો કિસ્સો સામે આવ્યો છે, પહેલા અપહરણ કરાયા બાદ પૂનમસિંહ ઝાલા નામના યુવક મૃતદેહ કેનાલમાંથી મળી આવતા અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે. પૂનમસિંહ ઝાલા નામના યુવકની હત્યામાં પ્રેમ પ્રકરણ હોવાની વાત પણ ચર્ચાઇ રહી છે. મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના સાબરમતી પોલીસે સ્ટેશનમાં હાલમાં પૂનમસિંહ ઝાલા નામના શખ્સની હત્યાના મામલે ફરિયાદ નોંધાઇ હતી, જેમાં પોલીસે ત્રણની ધરપકડ કરી લીધી છે. ગઇ 7 ફેબ્રુઆરીએ અમદાવાદના સાબરમતી વિસ્તારમાંથી પૂનમસિંહ ઝાલા નામના શખ્સનું અપહરણ કરવામાં આવ્યુ હતુ, તે પછી તેનો મૃતદેહ ગાંધીનગર નજીક અડાલજ કેનાલ ફેંકી દેવાયો હતો, જ્યારે પૂનમસિંહ ઝાલાનો મૃતદેહ મળ્યો ત્યાર બાદ તપાસ કરવામા આવી અને બાદમાં પોલીસ તપાસમાં પ્રેમ પ્રકરણમાં હત્યા કરાઇ હોવાનું ખુલ્યુ હતુ. હાલમાં સાબરમતી પોલીસે પૂનમસિંહ ઝાલાની હત્યા કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.
એસપી રિંગ રૉડને અમદાવાદ શહેરમાં સમાવવા પોલીસ કમિશનરે ગૃહ વિભાગમાં મોકલ્યો પ્રસ્તાવ, જાણો
આગામી લોકસભાની ચૂંટણીને લઇને રાજ્યનું પોલીસ તંત્ર એક્શન મૉડમાં છે. આ અંતર્ગત આજે અમદવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનો ચિતાર આજે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે આપ્યો હતો. અમદાવાદ શહેર પોલીસ કમિશનરે કાયદો - વ્યવસ્થાની સ્થિતિનો હિસાબ કિતાબ આપ્યો હતો, એટલું જ નહીં સાથે જ અમદાવાદ SP રિંગરોડને અમદાવાદ શહેર પોલીસ હદમાં સમાવવા માટે ગૃહ વિભાગને પ્રસ્તાવ પણ મોકલાવ્યો હતો.
આજે અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર જી.એસ મલિકે પોતાના છ મહિનાના કાર્યકાળનો ચિતાર આપ્યો હતો, જેમાં તેમને કરેલી કામગીરીના સંપૂર્ણ લેખાજોખા રજૂ કર્યા હતા. અમદાવાદ શહેરની ફરતે આવેલી ભૌગોલિક દ્રષ્ટિએ મહત્વના માનવામાં આવતા સરદાર પટેલ રિંગરોડને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ શહેરની ફરતે આવેલ કુલ એક 75 કિલોમીટર અંતરના રિંગરોડ પોલીસની હદની દ્રષ્ટિએ વાત કરીએ તો 80% ભાગ અમદાવાદ શહેર પોલીસ હેઠળ સમાવેશ થાય છે, જ્યારે બાકીનો ૨૦ ટકા રીંગરોડ અમદાવાદ ગ્રામ્ય અને ગાંધીનગર પોલીસ હદ વિસ્તારમાં સમાવિષ્ટ છે. હાલ ટ્રાફિક નિયમનની બાબતમાં ગાંધીનગર અને અમદાવાદ ગ્રામ્ય પોલીસ હદમાં હોવાથી કામગીરીમાં ઘણીવાર સમસ્યા ઊભી થાય છે. જેથી અમદાવાદ શહેર પોલીસ દ્વારા રાજ્ય સરકારના ગૃહો વિભાગને રીંગરોડ આખો પટ્ટો અમદાવાદ શહેર પોલીસની હદમાં સમાવવા માટે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.
અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા તેમના 6 મહિનાના કાર્યકાળ પૂર્ણ થયો છે, ત્યારે તેમના આવ્યા બાદ કામગીરીનો હિસાબ કિતાબ મીડિયા સમક્ષ રજૂ કર્યો. એ દરમિયાન અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલિક એ રીંગરોડની હદ બાબતે મહત્વપૂર્ણ જાણકારી આપી. આ ઉપરાંત તમને એ પણ કહ્યું કે જે વિસ્તારમાં દેશી દારૂનું ચલણ વધારે હોય અને આ વ્યવસાય સાથે સંકળાયેલ હોય તેવી વિધવા બહેનો અને લોકોના પુનઃવર્સન માટે અભ્યાસ કરીને એ દિશામાં કામગીરી કરવામાં પણ આવશે. પોલીસ કમિશનર દ્વારા કેટલાક મહત્વપૂર્ણ આંકડાકીય બાબતોની જાણકારી પણ આપવામાં આવી જેમાં એક ઓક્ટોબરથી 31મી જાન્યુઆરી સુધી શહેરમાં ૫૫ હજાર લીટર દેશી દારૂ અને ૫ લાખ ૭૩ હજાર ૯૩૭ બોટલ વિદેશી દારૂનો નાશ કરાયો છે, જેની કિંમત ૮ કરોડ ૧૫ લાખ ૯૪ હજાર થાય છે.
આ ઉપરાંત પોતાના કાર્યકાળ દરમિયાન મહત્વપૂર્ણ સિદ્ધિ પૈકી કુલ ૮૮૦ ગુનામાં પકડાયેલા ૪ કરોડ ૯ લાખનો મુદ્દામાલ પરત આપવામાં આવ્યો હોવાની વાત કહીં છે. જેમાં સોના ચાંદી રોકડ રકમ વગેરેનો સમાવેશ થાય છે. આ સાથે જ અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર દ્વારા કેડીલા ફાર્માસ્યુટિકલ કંપનીના રાજીવ મોદી સામે નોંધાયેલા બળાત્કારની ફરિયાદ મામલે તપાસ સંદર્ભે પણ નિવેદન આપ્યું અને કહ્યું કે હાઇકોર્ટના નિર્દેશ પ્રમાણે તે બાબતે કામગીરી કરવામાં આવી રહી છે. સાથે સાથે અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં અને રામોલ પોલીસ સ્ટેશનની હાથમાં આવતા ઉમિયા નગર વિસ્તારમાં આ સામાજિક તત્વોના આતંક બાબતે પણ કાર્યવાહી કરવામાં આવી રહી હોવાની વાત કહી હતી.