અમદાવાદઃ વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આવ્યા હતા જ્યાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, પરેશ ધાનાણી, ભરતસિંહ સોલંકી, હાર્દિક પટેલ, શૈલેષ પરમાર, ઇમરાન ખેડાવાલા, ગ્યાસુદ્દિન શેખ મેવાણીને આવકારવા ઉપસ્થિત રહ્યા હતા.  જીગ્નેશ મેવાણીએ ચોખવટ કરી હતી કે, ટેકનિકલ કારણોસર કોંગ્રેસમાં વિધિવત જોડાયો નથી. આગામી દિવસોમાં કોંગ્રેસમાં જોડાઈશ અને 2022ની ચૂંટણી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે જ લડીશ.


ઔપચારિક રીતે કૉંગ્રેસનું સભ્યપદ મેળવ્યા બાદ દરેક ક્ષેત્રના સમાજના લોકોનો અવાજ બનવાનો જીગ્નેશ મેવાણીએ દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે,  બેરોજગારી, શિક્ષણ અને આરોગ્યના મુદ્દે એક આંદોલન કરીશું. જિલ્લા અને તાલુકા મથકોનો પ્રવાસ કરીને યુવાઓને કોંગ્રેસમાં જોડીશ. 2022માં કોંગ્રેસની સરકાર બનાવીને જ રહીશું તેવો દાવો મેવાણીએ કર્યો હતો.

વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કહ્યું હતું કે,  લાગણીના તાંતણા સાથે મેવાણી કૉંગ્રેસમાં જોડાયા છે. જીજ્ઞેશ મેવાણી કૉંગ્રેસમાં જોડાવાથી પાર્ટીને નવું બળ મળશે તેવો પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.  કૉંગ્રેસ અન્યાય અને અત્યાચાર સામે લડનાર પક્ષ હોવાની પણ વાત કરી હતી.


સમગ્ર રાજ્યમાં વીજકાપના એંધાણ


સમગ્ર રાજ્યમાં વીજ સંકટ આવી શકે છે. કોલસાની અછતના કારણે વીજળીની અછત સર્જાઈ શકે છે. કોલસા આધારિત વીજ મથકો બંધ થવાના કારણે 3 હજાર મેગા વોટ વીજ અછત છે. માત્ર ઉત્તર ગુજરાત નહિ સમગ્ર રાજ્યમાં વીજ સંકટ ઉભું થાય તેવી સ્થિતિ છે. ઉત્તર ગુજરાતમાં હાલના તબક્કે વીજ કાપ અંગે કોઈ જાહેરાત નહિં.


સમગ્ર રાજ્યમાં વીજકાપના એંધાણ, જાણો કેમ સર્જાઇ વીજળીની અછત?


રામાયણના ‘રાવણ’ ઉર્ફે અરવિંદ ત્રિવેદીનું મુંબઈમાં હાર્ટ એટેકથી અવસાન, તેઓ લાંબા સમયથી બીમાર હતા


ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારે તલાટી મંડળ મુદ્દે શું કરી મોટી જાહેરાત? જાણો મોટા સમાચાર