ગાંધીનગરઃ ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારે આજે કેબિનેટમાં તલાટી મંડળ મુદ્દે માટે મોટો નિર્ણય લીધો છે. આજે બપોરે 3.30 વાગ્યે ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી દ્વારા પત્રકાર પરીષદ યોજવામાં આવી હતી. ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, આજે કેબિનેટમાં કોરોના વેક્સિનેશનની ગતિ વધારવા મુદ્દે ચર્ચા થઈ હતી. તલાટીઓના પ્રશ્નો મુદ્દે બોલતાં જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ગઈ કાલે મંત્રી બ્રિજેશ મેરજા અને રાજેન્દ્ર ત્રિવેદીની અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. ખેડૂતોને મુશ્કેલી ન પડે એ માટેના તલાટીઓ દાખલા આપશે. તલાટીઓના પ્રશ્નની સનિયર મંત્રીઓ સાથે ચર્ચા થઈ. આગામી દિવસોમાં તલાટીઓના પ્રશ્નનું નિરાકરણ કરીશું. ખેડૂતોને જોઇતા દાખલાઓ તલાટીઓ આજથી જ કાઢી આપશે. આંદોલનના કાર્યક્રમો તલાટીઓએ મુલતવી રાખ્યા છે. આગામી દિવસોમાં તેમના પ્રશ્નો ઉકેલાશે. 


આ પત્રકાર પરીષદમાં તલાટી મંડળના વિવિધ પ્રશ્નો સંદર્ભે રાજ્ય સરકારે લાવેલા ઉકેલ સંદર્ભે જાહેરાત કરવામાં આવી હતી. આજે કેબિનેટ બેઠકમાં લેવાયેલ નીતિવિષયક નિર્ણયો જાહેરાત કરવામાં આવી હતી.


સમાન કામ હોવાથી રેવન્યૂ તલાડી જેટલો જ ગ્રેડ પે પંચાયત તલાટી મંત્રીઓને પણ મળે તેવી માંગ કરવામાં આવી છે. 2004-05માં ભરતી થયેલા તલાટી મંત્રીઓની નોકરી સળંગ ગણઈ ઉચ્ચ પગારધોરણનો લાભ આપવાની માંગ કરવામાં આવી હતી. પંચાયત તલાટી મંત્રીઓને વિસ્તરણ અધિકારી સહકાર અને આંકડામાં પ્રમોશન આપવાની પણ માંગ કરવામાં આવી છે. હિસાબ-તિજોરી કચેરીમાંથી તલાટીઓના ઉચ્ચતર પગાર ધોરણના નામંજૂર થયેલા કેસોને મંજૂર કરવાની પણ માંગ છે.


આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને  મળેલી કેબિનેટ બેઠકમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પરિણામ સંદર્ભે મુખ્યમંત્રીને અભિનંદન આપવામાં આવ્યા હતા. ટેકાના ભાવે મગફળી ખરીદી બાબતે કેબિનેટમાં ચર્ચા કરવામાં આવી હતી. અતિવૃષ્ટિના કારણે થયેલા નુકશાનીના સર્વે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. રાજ્ય સરકાર ખેડૂતો માટે સહાયને લઈ નિર્ણય લેવામાં આવ્યો હતો.  રાજ્યમાં વરસાદ અને જળાશયોની સ્થિતિ અંગે પણ સમિક્ષા કરવામાં આવી હતી. રાજ્યમાં કોવિડના કેસ અને રસીકરણ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.