અમદાવાદઃ  કોંગ્રેસ દ્વારા રાજ્યની છ મહાનગરપાલિકાના ઉમેદવારોની જાહેરાત ધીરે ધીરે કરાઈ રહી છે. આ પૈકી અમદાવાદ મહાનગરપાલિકાના કેટલાક ઉમેદવારોની યાદી શુક્રવારે સાંજે જાહેર કરાઈ હતી અને તેના કારણે કોંગ્રેસમાં બળવાની સ્થિતી સર્જાઈ ગઈ છે.


આ જાહેરાતમાં પોતાનું પત્તુ કપાતાં કોંગ્રેસ જીલ્લા ઉપપ્રમુખ મુકેશ તવાથીયાએ પદ પરથી રાજીનામુ આપી દીધું છે. પોતાની ટીકિટ કપાતા તવાથિયાએ રાજીનામું આપ્યું છે. તેમણે કહ્યું કે, પોતે 19 વર્ષથી પાર્ટીમાં સર્કિય છે પણ પક્ષે કદર કરી નથી. છેલ્લા ત્રણ વખતથી ટીકિટ માગે છે પણ આ વખતે પણ ટિકિટ કપાતા રાજીનમુ આપ્યું છે. તેમણે ઠક્કરબાપા નગરમાંથી ટીકિટ માગી હતી પણ ટિકિટ ના મળતાં રોષ વ્યક્ત કરીને

દિપક બાબરીયાએ બહારના લોકોને ટીકિટ આપી હોવાનો આક્ષેપ  કર્યો છે.