અમદાવાદથી પ્રસ્થાન કરતી વખતે ટ્રેન નંબર 82902 રહેશે. મુંબઈથી પરત આવતા ટ્રેનનો રૂટ નંબર 82901 હશે. ટ્રેન અમદાવાદથી સવારે 6.40એ પ્રસ્થાન કરીને બપોરે 1 વાગીને 10 મીનિટ પર મુંબઈ પહોંચશે. મુંબઈ સેન્ટ્રલથી આ ટ્રેન (નંબર 82901) બપોરે 15:40 વાગ્યે પ્રસ્થાન કરશે અને રાત્રે 21:55 વાગ્યે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન ગુરુવારને બાદ કરતા અઠવાડિયામાં છ દિવસ દોડશે. મુંબઈ અને અમદાવાદ વચ્ચે ટ્રેન નડિયાદ, વડોદરા, ભરૂચ, સુરત, વાપી અને બોરીવલી ખાતે રોકાશે.
અમદાવાદથી મુંબઇ જતી તેજસ એક્સપ્રેસ ટ્રેનમાં અમદાવાદથી મુંબઈ વચ્ચે એક્ઝિક્યુટિવ ચેરકારનું ભાડુ રૂપિયા 2,384 છે. જેમાં બેઝ ફેર રૂપિયા 1,875, જીએસટી રૂપિયા 94 અને કેટરિંગ ચાર્જ રૂપિયા 405 લેવામાં આવશે. એસી ચેર કારનું ભાડું 1,289 રૂપિયા હશે જેમાં બેઝ ફેર 830 રૂપિયા, જીએસટી 44 રૂપિયા અને કેટરિંગ ચાર્જ 375 રૂપિયા છે.
મુંબઈ-અમદાવાદ વચ્ચે એક્ઝિક્યુટિવ ચેર કારનું ભાડું રૂપિયા 2,374 છે, જેમાં રૂપિયા 1,875 બેઝ ફેર, રૂપિયા 99નો જીએસટી અને કેટરિંગ ચાર્જ 405 રૂપિયા છે. જ્યારે એસી ચેર કારનું ભાડું 1274 રૂપિયા છે, જેમાં બેઝ ફેર તરીકે 870 રૂપિયા, 44 રૂ. જીએસટી અને કેટરિંગ ચાર્જ રૂ. 360નો સમાવેશ થાય છે.