Ahmedabad :નકલી પાસપોર્ટ પર ઓસ્ટ્રેલિયા જઈ પાછી આવેલી મહિલા પકડાઈ છે. મહેસાણાની આ મહિલા ઇમિગ્રેશન ચેકીંગમાં પકડાઈ અને આધારકાર્ડે આ મહિલાનો ભાંડો ફોડ્યો. આ મહિલાએ મુંબઈની મહિલાના પાસપોર્ટમાં પોતાનો ફોટો ચોંટાડી પાસપોર્ટમાં ચેડાં કર્યા હતા. SOG ક્રાઇમની તપાસમાં મહિલા મુંબઈની એજન્ટ મારફતે ઓસ્ટ્રેલિયા ગઈ હોવાનું સામે આવ્યું.
નકલી પાસપોર્ટ અને અસલી આધારકાર્ડે ભાંડો ફોડ્યો
ભારતી જયેશ પટેલ નામની આ મહિલા મૂળ મહેસાણા ગામના સાંથલના રહેવાસી છે. આજથી પાંચ વર્ષ પહેલાં મહિલા મુંબઈના એક એજન્ટ મારફતથી મહિલા અને તેનો પતિ 35 લાખ રૂપિયામાં નકલી પાસપોર્ટના આધારે ઓસ્ટ્રેલિયા ગયા હતા.પાંચ વર્ષ બાદ મહિલા ભારતી અમદાવાદ આવી હતી.
અમદાવાદ ઇન્ટનેશનલ એરપોર્ટ પર ઓસ્ટ્રેલિયાથી આવેલી ફ્લાઈટમાં આવેલી મહિલા શંકાસ્પદ જણાતા તેના પાસપોર્ટની હિસ્ટ્રી ચેક કરવામાં આવી હતી. જેમાં પેસેન્જર મહિલાનું નામ રૂહી મુસફર રાજપકર અને મુંબઈ એડ્રેસ લખ્યું હતું..જ્યારે તેનું આધારકાર્ડ ચેક કરતા તેમાં પેસેન્જરનું નામ ભારતી પટેલ હોવાનું જાણવા મળ્યું હતું.જે બાદ પુછપરછ કરતા મહિલા આરોપી કબુલ્યું હતું કે નકલી પાસપોર્ટ આધારે ઓસ્ટ્રેલિયા ગઈ હતી.
બાળકોને મળવા ઓસ્ટ્રેલિયાથી ભારત આવી
પકડાયેલ મહિલા ભારતી પટેલની પુછપરછ કરતા સામે આવ્યું કે મહિલાનો પતિ જયેશ પટેલ હાલ ઓસ્ટ્રેલિયા છે. દંપતીને બે બાળકો છે જે પોતાના વતન મહેસાણામાં છે.પરતું પટેલ દંપતી છેલ્લા પાંચ વર્ષથી ઓસ્ટ્રેલિયા રહેતા હોવાથી બાળકો મળી શક્યા ન હોવાથી ખાસ અમદાવાદ મળવા આવી હતી, જે ઓસ્ટ્રેલિયા જઈ પાછી આવતા પકડાઈ ગઈ.
મુંબઈના એજન્ટ દ્વારા ઓસ્ટ્રેલિયા ગઈ
આરોપી મહિલા ભારતી કહેવું છે કે ઓસ્ટ્રેલિયા જવા માટે મુંબઈના એક એજન્ટ મારફતે ગયા હતા.જેમણે મુસ્લિમ દંપતીવાળું નકલી પાસપોર્ટ બનાવી ઓસ્ટ્રેલિયા મોકલ્યા હતા. જો કે વિઝીટર વિઝા આધારે ઓસ્ટ્રેલિયા ગયા હતા જે બાદ ત્યાં રોકાઈ ગયા હતા.
નકલી પાસપોર્ટ બનાવનાર એજન્ટની શોધખોળ શરૂ
નકલી પાસપોર્ટના આધારે પટેલ દંપતી ઓસ્ટ્રેલિયા જતા રહ્યા અને ઓસ્ટ્રેલિયાથી પરત ભારતમાં મહિલા આવી ગઈ હતી અને પકડાઈ ગઈ. એરપોર્ટથી ઇમિગ્રેશન વિભાગની મોટી બેદરકારી સામે આવી છે ત્યારે દંપતીને નકલી પાસપોર્ટ બનાવનાર મુંબઈના એજન્ટની શોધખોળ શરૂ કરી છે.બીજી બાજુ મહિલાના રિમાન્ડ મેળવી વધુ પુછપરછ કરી રહ્યા.