Ahmedabad News: ઉત્તરાયણના પર્વને લઈ અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. જેમાં મેટલ કોટેડ, કાચની અને નાયલોન દોરીનો ઉપયોગ ન કરવા સલાહ આપવામાં આવી છે. ઉપરાંત વિદ્યુત અકસ્માતને ટાળવા સલામત સ્થળે પતંગ ઉડાડવા પણ સલાહ આપવામાં આવી છે. આ સિવાય પતંગ પકડવા રસ્તા ઉપર દોડાદોડ ન કરવી, પતંગ ઉડાવતા અને વાહન ચલાવતા મફલર પહેરવા તથા ગરદન ને ઇજા ન થાય તે માટે વાહન પર સળિયા લગાવવાની સલાહ આપવામાં આવી છે.


ગાઇડલાઇન



  • ઈજાના જોખમોને ઘટાડવા માટે કુદરતી રેસામાંથી બનેલા પતંગની દોરીઓનો ઉપયોગ કરો. મેટલ-કોટેડ, ગ્લાસ-કોટેડ અથવા નાયલોનની તારનો ઉપયોગ કરવાનું ટાળો કારણ કે તે ગંભીર કટ અને ઇજાઓનુંકારણ બની શકે છે.

  • પતંગ સુરક્ષિત રીતે ઉડાડવા માટે ભીડવાળા વિસ્તારો, પાવર લાઈન અને વ્યસ્ત શેરીઓથી દૂર

  • ખુલ્લી જગ્યાઓ પસંદ કરો. વિદ્યુત અકસ્માતોના જોખમને ટાળવા માટે વિદ્યત સ્થાપનોથી સુરક્ષિત અંતર રાખો.

  • બાળકો સલામતી દિશાનિર્દેશોનું પાલન કરે છે તેની ખાતરી માટે તેઓ પતંગ ઉડાડે ત્યારે

  • નજીકથી દેખરખે રાખો.

  • પતંગ પકડવા માટે રસ્તા પર દોડશો નહી.

  • 2 વ્હીલર ચલાવતી વખતે ગળા પર મફલર પહેરો, દોરીનું ધ્યાન રાખો. ગરદનને ઇજા ન થાય તે માટે 2 વ્હીલર પર સળિયા લગાવો.

  • ત્વચાને કાપ અને ઘર્ષણથી બચાવવા માટે લાંબી બાંયના પેન્ટ પહેરો. યોગ્ય સનગ્લાસ પહેરો, સનસ્ક્રીન ક્રીમનો ઉપયોગ કરો.

  • તમારી પાસે હંમેશા પ્રાથમિક સારવાર કીટ રાખો.

  • વધુ પાણી પીવો

  • તુક્કલ ઉડાડવાનું ટાળો, કારણકે તેનાથી આગ લાગી શકે છે

  • કોવિડની સરકારી માર્ગદર્શિકાને અનુસરો

  • દોરીથી ગરદન કપાઈ જવાના કિસ્સામાં તાત્કાલિક 108 પર ફોન કરો




સુરતમાં પતંગની કાતિલ દોરીથી મોત થવાની ઘટના સામે આવી છે. ઘટના નાના વરાછા બ્રિજની છે. જ્યાં એક્ટિવા લઈને પસાર થતી યુવતીના ગળાના ભાગે પતંગની દોરી આવી જતા ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચી અને નીચે પટકાઈ હતી. યુવતીને ગંભીર ઈજા થતા આસપાસના સ્થાનિકોએ સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું હતું. મૃતક 22 વર્ષીય દિક્ષીતા ઠુમ્મર હોવાનું સામે આવ્યું છે.  યુવતીના અકાળે મોતથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. પતંગ ઉડાવવી એ પણ કેટલાક લોકો માટે સમસ્યા બની જાય છે. ખરેખર, લોકો પતંગ ઉડાવવા માટે માંઝાનો ઉપયોગ કરે છે. આ એકદમ ખતરનાક છે, અને ઘણા કિસ્સાઓમાં તે બાઇક અથવા સ્કૂટર સવારોની ગરદન કાપી નાખે છે. આવી ઘટનાઓને ધ્યાનમાં રાખીને ભારતમાં ચાઈનીઝ માંઝા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જો કે આજે પણ આ આવા માંઝા આડેધડ વેચાય છે. રસ્તા વચ્ચે ટ્રેક્ટર અથડાતા લોકો ઘાયલ થાય છે. કેટલાક કિસ્સાઓમાં, માંઝાને કારણે મૃત્યુ પણ થાય છે. બાઇક સવારો માટે આ સૌથી ખતરનાક છે.