Ahmedabad News: રાજ્યની સાથે અમદાવાદમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. આ દરમિયાન અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાં બે નવજાત બાળકોના ગરમીથી મોત થયા છે. 10 દિવસ અને 13 દિવસના બાળકોના મૃત્યુ થયા છે. વધુ ગરમીના કારણે કિડની ફેઈલ થઈ જતા બાળકોના મોત થયા છે. બંને બાળક અમદાવાદના હોવાનો સુપ્રિન્ટેન્ડેટ દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે. ગઈકાલે પણ અમદાવાદમાં હીટ સ્ટ્રોકના કારણે 2 લોકોના મોત થયા હતા. અમદાવાદમાં ગરમીના કારણે મોતનો આંકડો 4 પર પહોંચ્યો છે. ગરમીમાં બેભાન થઈ જવું, હીટસ્ટ્રોક લાગવો, વોમેટિંગ સહિતના કેસ વધ્યા છે. હાલ અમદાવાદની અસારવા સિવિલના હીટ સ્ટ્રોક વોર્ડમાં 5 દર્દી દાખલ છે. અતિશય ગરમીને લોકો હવે સહન નથી કરી શક્તાં નથી. આ કાળઝાળ ગરમીમાં લોકો માટે બહાર નીકળવું મુશ્કેલીભર્યું બન્યું છે.


અમદાવાદ શહેરમાં છેલ્લા 10 દિવસનું તાપમાન


તારીખ                         તાપમાન


24 મે                          45.5 ડિગ્રી


23 મે                          46.6 ડિગ્રી


22 મે                          46 ડિગ્રી


21 મે                           45 ડિગ્રી


20 મે                          43 ડિગ્રી


19 મે                           45 ડિગ્રી


18 મે                           45 ડિગ્રી


17 મે                           44 ડિગ્રી


16 મે                           44 ડિગ્રી


15 મે                           40 ડિગ્રી


14 મે                           37 ડિગ્રી


13 મે                           42 ડિગ્રી


હીટ સ્ટ્રોકથી બચવા આટલું કરો?                              



  • ઘરની બહાર માથાનો ભાગ કપડા, છત્રી કે ટોપીથી ઢાંકી રાખો

  • વજનમાં હળવા અને સુતરાઉ વસ્ત્રો પહેરવા

  • તરસ ન લાગે છતા પર્યાપ્ત માત્રામાં પ્રવાહીનો આગ્રહ રાખો

  • આંખોના રક્ષણ માટે સન ગ્લાસીસ પહેરો

  • ત્વચાના રક્ષણ માટે સનસ્ક્રીનનો ઉપયોગ કરવો

  • ORS, છાશ, લસ્સી, લીંબુ પાણીનું કરો સેવન

  • ભાતનું ઓસામણ, નાળિયેર પાણીનું સતત કરો સેવન

  • ગરમી સામે રક્ષણ માટે પ્રાથમિક સારવાર અંગે તાલીમ લેવી

  • બાળકો, વૃદ્ધો અને બીમાર વ્યકિતઓની રાખો વિશેષ કાળજી


હીટ સ્ટ્રોકથી બચવા આટલું ન કરો?        



  • બપોરે 12થી 4 વાગ્યા સુધી બિનજરૂરી ઘર બહાર નીકળવાનું ટાળો

  • તડકામાં ઉઘાડા પગે બહાર જવાનું ટાળવું

  • બપોરે બહાર હોય તો શ્રમ પડે તેવી પ્રવૃતિ ન કરો

  • બપોરના સમયે રસોઈ કરવાનું ટાળો, રસોડાના બારી- બારણા ખૂલ્લા રાખો

  • શરીરમાં પાણીનું પ્રમાણ ઘટાડતા ચા, કોફી, સોફ્ટ ડ્રીંક લેવાનું ટાળો

  • પ્રોટીનની વધુ માત્રા હોય તેવા મસાલેદાર, તળેલા આહાર લેવાનું ટાળો


આ પણ વાંચોઃ


ક્યાં પહોંચ્યું વાવાઝોડું રેમલ, 120 કિમની સ્પીડથી કયા-કયા રાજ્યોમાં મચાવી શકે છે અસર? જાણો ગુજરાત પર ખતરો છે કે નહીં


રામ મંદિર ટ્રસ્ટનો મોટો નિર્ણય, VIP, VVIP સહિત કોઈપણ વ્યક્તિ મોબાઇલ ફોન નહીં લઈ જઈ શકે