Ahmedabad News:  ગુજરાત એટીએસને (Gujarat ATS) મોટી સફળતા મળી છે. અમદાવાદ એરપોર્ટથી (Ahmedabad Airport) 4 આઈએસઆઈએસના આતંકી (4 ISIS Terrorist)  ઝડપી પાડ્યા છે. ચારેય આંતકી મૂળ શ્રીલંકાના (Sri Lanka) વતની છે.   હાલમાં ATSએ આતંકવાદીઓને અજાણ્યા સ્થળે લઈ જઈને સઘન પૂછપરછ હાથ ધરી છે. આતંકવાદીઓ સાથે જોડાયેલ તમામ કનેક્શન અંગે તપાસ કરાઈ રહી છે. આતંકવાદીઓ સ્લીપર સેલ છે કે નહીં તેની તપાસ શરૂ કરી દેવાઈ છે.


તમામ આતંકવાદીઓ શ્રીલંકન નાગરિક છે અને તેઓ ઇસ્લામિક સ્ટેટ (ISIS) સાથે સંકળાયેલા છે. આતંકીઓ શ્રીલંકાથી વાયા ચેન્નઈ થઈને અમદાવાદ પહોંચ્યા હતા. પાકિસ્તાનના હેન્ડલરના આદેશ બાદ કોઈ કામગીરી કરવાની ફિરાકમાં હતા. આતંકવાદીઓ કયા ઉદ્દેશ્યથી અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પહોંચ્યા હતા. તે જાણવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. ગત વર્ષ પોલીસે પોરબંદરથી ISIS માટે કામ કરનારા કેટલાક શંકાસ્પદોને પકડ્યા હતા. ત્યારે ISના ઇન્ડિયા મોડ્યૂલનો ભાંડાફોડ થયો હતો.


 ગુજરાત પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ દેશમાં મોટો આતંકવાદી હુમલો કરવા માટે આતંકવાદીઓને શ્રીલંકાથી મોકલાયા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ શ્રીલંકાથી વાયા ચેન્નાઈ થઈને અમદાવાદ પહોંચ્યા હતા. અમદાવાદથી ટાર્ગેટેડ લોકેશન પર પહોંચતા પહેલા જ ગુજરાત ATSએ અમદાવાદ એરપોર્ટ પરથી ઇસ્લામિક સ્ટેટના ચાર આતંકવાદીઓની ધરપકડ કરી લીધી.  






એ પણ સામે આવ્યું છે કે, આ આતંકવાદીઓ પાકિસ્તાનના હેન્ડલરના આદેશની રાહ જોઈ રહ્યા હતા. આ આતંકવાદીઓ સુધી હથિયાર પણ અલગથી પહોંચાડવાના હતા. ATSએ એનક્રિપ્ટેડ ચેટ્સ આ આતંકવાદીઓના ફોનથી મેળવી છે. ગુજરાતમાં ISISના ચાર આતંકવાદીની ધરપકડ એવા સમયે થઈ છે જ્યારે સુરત પોલીસ મૌલવી સોહેલ અબુબકર મામલે પહેલાથી જ તપાસમાં લાગેલી છે. જોકે, ત્યારે કોઈ શંકાસ્પદ વસ્તુ તપાસમાં મળી આવી ન હતી, પરંતુ આ આતંકવાદીઓના અમદાવાદ સુધી પહોંચ્યા બાદ ગુજરાત પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે.


અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPLની  મેચો પણ રમાવાની છે અને ક્રિકેટ ટીમો અમદાવાદ એરપોર્ટ પહોંચવાની છે તેવા જ સમયે આતંકી ઝડપાયા છે.