Ahmedabad ACB Trap News:  રાજ્યમાં લાંચીયા લોકો સામે એસીબી સતત કામગીરી કરી રહી છે.  અમદાવાદમાં સરદારનગર ડીવીઝન-8 ના હોમગાર્ડ લાંચ લેતા ઝડપાયો છે. આરોપી હોમગાર્ડ દશરથભાઇ અંબાલાલ ઠાકોર લાંચ લેતા ઝડપાયો હતો. સૈજપુર ટાવર પાસે SBI બેંક ના એ.ટી.એમ પાસે 2 હજાર રૂપિયાની લાંચ માંગતા તે રંગેહાથ ઝડપાયો હતો. હોમગાર્ડે અન્ન અને નાગરીક પુરવઠા નિયંત્રણની કચેરી નરોડા ઝોનમાં રેશન કાર્ડમાં નામ અલગ કરાવવા લાંચ માંગી હતી

આરોપી : - દશરથભાઇ અંબાલાલ ઠાકોર, હોદ્દો : હોમગાર્ડ, સરદારનગર ડીવીઝન-૮, અમદાવાદ શહેર, રહે. સૈજપુર ટાવર પાસે, ઠાકોર વાસ, અમદાવાદ



  • ગુન્હો બન્યા તા- ૦૧/૦૨/૨૦૨૪

  • લાંચની માંગણીની રકમઃ- ૨,૦૦૦/-

  • લાંચ સ્વીકારેલ રકમ : રૂ.૨,૦૦૦/-

  • રીકવર કરેલ રકમઃ- રૂ.૨,૦૦૦/-



બનાવનું સ્થળઃ – સૈજપુર ટાવર પાસે, એસ.બી.આઇ બેંક ના એ.ટી.એમ પાસે.

આ કામના ફરીયાદીના એક જ રેશનકાર્ડ માં પોતાની પત્નિ તથા પોતાના પુત્ર તથા પુત્રની પત્નિ નું નામ ચાલતું હોઇ, પોતાના પુત્રનું રેશનકાર્ડ અલગ કરવા સારૂ ફરીયાદી અન્ન અને નાગરીક પુરવઠા નિયંત્રણ ની કચેરી નરોડા ઝોન, કુબેરનગર કચેરીએ ગયા હતા. જ્યાં આ કામના આક્ષેપિતને રૂબરૂમાં મળ્યા હતા અને તેમને રેશનકાર્ડ અલગ કરી આપવા પેટે રૂ.૨,૦૦૦ ની લાંચ માંગી હતી. તેઓ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી એ.સી.બી નો સંપર્ક કર્યો હતો. જેના આધારે લાચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું અને લાંચના છટકા દરમિયાન પંચની હાજરીમાં આક્ષેપિતે હેતુલક્ષી વાતચીત કરી લાંચના નાણાં સ્વીકારી પકડાયો હતો. આરોપીને ડિટેઇન કરી આગળન કાર્યવાહી કરવામાં આવી હતી.

ટ્રેપીંગ ઓફીસર : એન.એન.જાદવ, પો.ઇન્સ. અમદાવાદ ગ્રામ્ય એ.સી.બી. પો.સ્ટે.

સુપરવિઝન ઓફીસર :
કે.બી.ચુડાસમા,
મદદનીશ નિયામક,
એ.સી.બી. અમદાવાદ એકમ, અમદાવાદ


બનાસકાંઠા UGVCLનાં ઇન્ચાર્જ અધિક્ષક ઇજનેર રૂપિયા 50 હજારની લાંચ લેતા ઝડપાયા


આ પહેલા આજે બનાસકાંઠા UGVCLનાં ઇન્ચાર્જ અધિક્ષક ઇજનેર રૂપિયા 50 હજારની લાંચ લેતા ઝડપાયા છે. તેમને મહેસાણા એસીબીએ રંગે હાથે ઝડપ્યા હતા. ઇન્ચાર્જ અધિક્ષક ઇજનેર એસ આર પટેલ લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાતાં અન્ય લાંચિયા બાબુઓમાં ફફડાટ ફેલાયો હતો. મહેસાણા એસીબીએ વધુ કાર્યવાહી હાથ ધરી હતી. 


મૃત્યુ પછી પણ પીછો નથી છોડતા આવા ખરાબ કામ, જાણો કોના રૂપમાં મળે છે આગલો જન્મ


મૌની અમાસ પર પિતૃઓ આવે છે ઘરે, કરી લો આ કામ, 7 પેઢી તરી જશે