Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્સની ચુકવણી ન કરવા બદલ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઘણા લાંબા સમયથી પ્રોપર્ટી ટેકસ ભરપાઈ નહીં કરનારા કરદાતા સામે કડક કાર્યવાહી કરાઈ રહી છે. અમદાવાદમાં બાકી મિલકતવેરાની વસૂલાત માટે ટ્રીગર ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે, ત્યારે બાકી પ્રોપર્ટી ટેક્ષ વસૂલવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આકરા પાણીએ દેખાઈ રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા 10 દિવસમાં 13.49 લાખ રૂપિયાની ટેક્સની રિકવરી કરવામાં આવી છે. 2 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધીમાં બાકી રહેલ મિલકતનો ટેક્સ વસુલ કરવામાં આયો છે.
કયા ઝોનમાં કેટલા એકમને અપાઈ નોટિસ અને કેટલો દંડ કરાયો વસુલ
- મધ્ય ઝોનમાં 44 એકમોને નોટિસ અપાઈ તો 99,796 રૂપિયાની વસુલાત
- ઉત્તર ઝોનમાં 55 એકમોને નોટિસ અને 130511 રુપિયા વસુલાત
- દક્ષિણ ઝોનમાં 11 એકમોને નોટિસ અને 62123 રૂપિયા વસુલાત
- પૂર્વ ઝોનમાં 13 એકમને નોટિસ અને 714198 રૂપિયા વસુલાત
- પશ્ચિમ ઝોનમાં 20 એકમને નોટિસ અને 79470 રૂપિયા વસુલાત
- ઉત્તર પશ્ચિમ ઝોનમાં 72 એકમને નોટિસ અને 2,02,872 ની વસુલાત
- દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 16 એકમને નોટિસ અને 60855 રૂપિયા વસુલવામાં આવ્યા
સ્થાનિક સરકાર રહેણાંક અથવા બિન-રહેણાંક મિલકતોના માલિકો પર મિલકત વેરો વસૂલે છે. અમદાવાદમાં, તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એકત્રિત કરવામાં આવે છે. અમદાવાદમાં મિલકતના માલિકો AMC પ્રોપર્ટી ટેક્સ ચૂકવવા માટે જવાબદાર છે, જેને વેરા બિલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ આ બિલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને દ્વિ-વાર્ષિક રીતે ચૂકવે છે. અમદાવાદ પ્રોપર્ટી ટેક્સ મિલકતના પ્રકારને આધારે વસૂલવામાં આવે છે. AMC પ્રોપર્ટી ટેક્સની ગણતરી ઓથોરિટી દ્વારા 'એરિયા-બેઝ્ડ સિસ્ટમ'નો ઉપયોગ કરીને કરવામાં આવે છે. અમદાવાદ પ્રોપર્ટી ટેક્સની ગણતરી માટે મિલકતનું સ્થાન, ઉંમર, વપરાશ અને ભોગવટાના પ્રકાર જેવા બહુવિધ પરિબળોને ધ્યાનમાં લેવામાં આવે છે.