Ahmedabad News: અમદાવાદના ઓઢવ વિસ્તારની પોલીસ સાચા અર્થમાં પ્રજાની મિત્ર બની હતી. ઓઢવ પોલીસ ફૂટપાથ પર રહેતા નિરાધાર લોકોની મદદે આવી હતી. શિયાળાની કાતિલ ઠંડીમાં રક્ષણ મળી રહે તે માટે પોલીસે ગરીબોને ધાબળાનું વિતરણ કર્યું હતું.






પોલીસ વિભાગ જે ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં તમામ વર્ગના લોકોની સેવા માટે તત્પર હોય છે. ફરી એકવાર આ વાત ઓઢવ પોલીસે સાબિત કરી હતી. શહેરમાં જાહેર રસ્તાઓ પર રહેતા નિરાધાર લોકોની સ્થિતિનો વિચાર કરી ઓઢવ પોલીસ મદદે આવી છે.


ઓઢવ પોલીસ સ્ટેશનના જવાનો મોડી રાત્રે સિવિલ હોસ્પિટલ અને પાસેના વિસ્તારોમાં પહોંચ્યા હતા અને નિરાધાર લોકોને ધાબળા ઓઢાડી કાતિલ ઠંડીથી રક્ષણ અપાવ્યુ હતું. આ દ્રશ્યોથી ફરી એક વખત સાબિત થયું છે કે પોલીસ પ્રજાનો સાચો મિત્ર છે. ઓઢવ પોલીસ સ્ટેશનના જવાનો તરફથી સરાહનીય કામગીરી કરવામાં આવી હતી.