Latest Ahmedabad News: અમદાવાદના કેટલાક વિસ્તારોમાં (Rain in Ahmedabad) વરસાદ છે. શહેરના પ્રહલાદનગર, થલતેજ, ગોતા, ગીતા મંદિર, રાયપુર, આસ્ટોડિયા, બોપલ, ઘૂમા, શીલજમાં વરસાદ છે. અમદાવાદ પૂર્વના વિસ્તારોમાં પણ વરસાદ છે. વહેલી સવારથી જ અમદાવાદના કેટલાક વિસ્તારમાં ઝરમર વરસાદ પડી રહ્યો છે.


ખેડાના મહેમદાવાદમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો. 6 દિવસના વિરામ બાદ મહેમદાવાદ અને આસપાસના ગ્રામ્ય વિસ્તાર માં વરસાદી માહોલ જામ્યો છે. ખાત્ર, છાપરા, નેનપુર, અરેરી, સણસોલી સહિતના  ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે વરસાદ છે. ભારે ઉકળાટ બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.


હવામાન વિભાગે ગુજરાતમાં થંડર સ્ટોર્મ વોર્નિંગ સાથે આગામી પાંચ દિવસ માટે વરસાદની આગાહી કરી છે. ઓફશોર ટ્રફ અને સાઇક્લોન સર્ક્યુલેશનના લીધે ગુજરાતના અલગ-અલગ વિસ્તારમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે ગુજરાતના સમુદ્રી વિસ્તારોમાં 45 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવાનું અનુમાન વ્યક્ત કર્યું છે.


હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતના સુરત, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ સહિત 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત કચ્છ, મોરબી અને બનાસકાંઠામાં પણ અતિભારે વરસાદ વરસી શકે છે.


સુરેન્દ્રનગર, મહેસાણા, અમદાવાદમાં મધ્યમ વરસાદ વરસી શકે છે. ખેડા, પંચમહાલ, વડોદરા, આણંદ, બોટાદ, ભાવનગર, અમરેલીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ભરૂચ, છોટા ઉદેપુર, દીવ, ગીર સોમનાથ, દાહોદમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.  


આગામી ત્રણ દિવસ રાજ્યામાં ક્યાં પડશે ભારે વરસાદ


હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ચોથી ઑગસ્ટ સુધી દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાયના જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા નો વોર્નિંગ જાહેર કરવામાં આવી છે.


રાજ્યમાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જ્યારે પાંચમી અને છઠ્ઠી ઑગસ્ટના દિવસે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.