અમદાવાદ: અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે.  એસ.જી.હાઈવે પર વરસાદ વરસી રહ્યો છે. સોલા ભાગવત, હાઈકોર્ટ, થલતેજ સહિતના વિસ્તારોમાં વરસાદ શરુ થયો છે. વરસાદના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.  સેટેલાઈટ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે ફરી અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ શરુ થયો છે. વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. 


રાજકોટ શહેરમાં પણ હળવા વરસાદી ઝાપટા પડ્યા છે. આસપાસના ગામોમાં પણ હળવો વરસાદ પડ્યો છે.  માધાપર, ઘંટેશ્વર, ન્યારા, ખંઢેરી, તરઘડી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે.  સતત વરસાદના કારણે ખરીફ પાકને નુકસાનની શક્યતા છે. 


સુરત શહેરમાં પણ વરસાદી માહોલ છવાયો છે. સુરત શહેરના અઠવાલાઈન્સ, પારલે પોઈંટ, પાલ, અડાજણ, ઉધના, વરાછા સહિતના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ છે. શહેરના અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં વરસાદનું આગમન થતા ખેડૂતો ખુશખુશાલ છે. 


ગુજરાતમાં આ વખતે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા  છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો કુલ 84.26 ટકા વરસાદ નોંધાયો છે. ગત વર્ષની સરખામણીએ આ વખતે વરસાદનું પ્રમાણ વધુ છે. આ વખતે રાજ્યના 41 તાલુકાઓમાં 40 ઈંચથી વધુ વરસાદ નોંધાઇ ચૂક્યો છે. ગુજરાતમાં આ વખતે કચ્છમાં સૌથી વધુ 135 ટકા વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં 55 ઈંચ સાથે મોસમનો 94 ટકા, સૌરાષ્ટ્રમાં 21.12 ઈંચ સાથે મોસમનો 79 ટકા, ઉત્તર ગુજરાતમાં 75 ટકા જ્યારે  પૂર્વ મધ્ય ગુજરાતમાં 23 ઈંચ સાથે મોસમનો 73 ટકા વરસાદ નોંધાયો છે.


રાજ્યમાં સૌથી ઓછો વરસાદ દાહોદમાં નોંધાયો છે. દાહોદમાં મોસમનો સરેરાશ માત્ર 46  ટકા વરસાદ નોંધાયો છે. આ સિવાય અમદાવાદ જિલ્લામાં 15.27  ઈંચ સાથે મોસમનો 56 ટકા વરસાદ નોંધાયો છે. 


Gopal Italiya એ કહ્યું, ભાજપે ચૂંટણીલક્ષી જાહેરાત કરી છે, ગ્રેડ પે અરવિંદ કેજરીવાલ આપશે


AHMEDABAD : કોંગ્રેસે પોલીસકર્મીઓ માટે ભંડોળની જાહેરાતને હાસ્યાસ્પદ અને પોલીસકર્મીઓની મજાક ગણાવી


Asia Cup 2022: ભારત-પાકિસ્તાન મેચની ટિકિટનું બુકિંગ આ દિવસે શરુ થશે, એશિયન ક્રિકેટ કાઉન્સિલે તારીખ જાહેર કરી


Pics: વાણી કપૂરે પોતાના સ્ટાઇલિશ લૂકને કર્યો ફ્લૉન્ટ, ન્યૂડ મેકઅપ અને બૉલ્ડ ડ્રેસમાં તસવીરો વાયરલ