અમદાવાદઃ શહેરના પશ્ચિમ વિસ્તારના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને મહિલા કોન્સ્ટેબલના પ્રેમપ્રકરણને લઈ પોલીસ બેડામાં ભારે ચર્ચા જાગી છે. પીએસઆઇ અને કોન્સ્ટેબલ યુવતી પાલડીની એક હોટલમાં પહોંચ્યા હતા. જોકે, તેની જાણ યુવતીના પતિને થઈ જતા તેઓ હોટલે પહોંચી ગયા હતા. જોકે, હોટલ સ્ટાફે તેમને અટકાવતા અને પીએસઆઇને આ મેસેજ મળી જતાં તેઓ લિફ્ટથી બેઝમેન્ટમાં ઉતરી ભાગી ગયા હતા. પરંતુ મહિલા કોન્સ્ટેબલ પત્ની પતિના હાથે આવી ગઈ હતી.
એક જ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઇ અને મહિલા કોન્સ્ટેબલનું પ્રમપ્રકરણનો ભાંડો ફૂટતા ઝોન-7 પોલીસ કચેરીએ ઇન્કવાયરીનો હૂકમ કરતાં પીએસઆઇનો ખુલાસો પૂછવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ચર્ચા મુજબ ગત શુક્રવારે પોલીસ સ્ટેશન પાસે આવેલી એક હોટલમાં આ આખી ઘટના બની હતી. પીએસઆઇ અને મહિલા કોન્સ્ટેબલ હજુ હોટલના રૂમમાં પહોંચ્યા હતા ત્યાં જ થોડીવારમાં જ યુવતીના પતિ હોટેલ પહોંચી ગયા હતા.
એક તરફ યુવતીના પતિને હોટલ સ્ટાફે રોકી રાખ્યા હતા. બીજી તરફ પીએસઆઇને મેસેજ મળી જતાં તેઓ ત્યાંથી લિફ્ટ મારફત ભાગી ગયા હતા. પીએસઆઇ તો છટકી ગયા હતા, પરંતુ પતિને પત્ની હોટલમાંથી મળી આવી હતી. જોકે, દંપતીએ આ અંગે બીજી કોઈ કાર્યવાહી કરી નથી. જોકે, આ પ્રેમપ્રકરણની વાત ઝોન-7 ડીસીપી સુધી પહોંચતા ડીસીપીએ એસીપીને ઇન્કવાયરી કરવા આદેશ આપ્યા છે.
આ કિસ્સામાં કોઈ તથ્યો પ્રકાશમાં આવશે કે નહીં તે અંગે પણ ચર્ચા થઈ રહી છે. જોકે, હોટલના સીસીટીવી તપાસવામાં આવે તો ઘટનાનું સત્ય સામે આવી શકે છે.
Ahmedabad : યુવતી હોટલના રૂમમાં નગ્ન થઈ ગઈ ને વૃધ્ધને પણ નગ્ન કરીને પલંગ પર કરવા લાગી કામક્રિડા ને અચાનક.....
શહેરમાં (Ahmedabad) વધુ એક હનીટ્રેની (Honey Trap) ઘટના સામે આવી છે. 61 વર્ષીય વૃદ્ધને (senior citizen) યુવતીએ હોટલમાં લઈ જઈ હનીટ્રેપમાં ફસાવ્યા હતા તેમજ પોલીસ કેસ કરવાની ધમકી આપી 13 લાખ રૂપિયા માંગ્યા હતા. એટલું જ નહીં, યુવતીએ પુરુષ સામે પોલીસ ફરિયાદ પણ કરી હતી. જોકે, પોલીસ તપાસમાં હનીટ્રેપનો ખુલાસો થતાં પોલીસે પાંચ લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આ અંગે મળવી વિગતો પ્રમાણે, 61 વર્ષીય પુરુષને 10 દિવસ પહેલી એક યુવતીનો ફોન આવ્યો હતો અને આર્થિક પરિસ્થિતિ સારી ન હોય નોકરીની જરૂર હોવાનું જણાવ્યું હતું. આથી વૃદ્ધે તેની પૂછપરછ કરી કઠવાડા જીઆઇડીસીમાં નોકરી અપાવવાનું કહ્યું હતું. જોકે, યુવતીએ તે દૂર પડતું હોવાનું કહીને કૃષ્ણનગર તરફ નોકરી અપાવવા વિનંતી કરી હતી. આ વાતચીત પછી યુવતીએ પુરુષને કૃષ્ણનગર બસ સ્ટેન્ડ પાસે મળવા બોલાવ્યા હતા. આથી પુરુષ તેને ત્યાંથી બાઇક પર બેસાડી કોઈ ઓળખીતાની ઓફિસે લઈ ગયા હતા. જોકે, નોકરીનો મેળ પડ્યો નહોતો.
આ પછી યુવતીએ બર્થડે પર હોટલમાં જવાનું કહીને પુરુષને હોટલની રૂમમાં લઈ ગઈ હતી. અહીં યુવતી પુરુષ સામે જ નિર્વસ્ત્ર થઈ ગઈ હતી તેમજ પુરુષના કપડા ઉતરાવી તેની સાથે કામક્રિડા કરવા લાગી હતી. જોકે, આ જ સમયે કેટલાક લોકો રૂમમાં પહોંચી ગા હતા. તેમજ પુરુષે ખોટું કર્યું હોવાનું કહી પોલીસ કેસ કરવાની ધમકી આપીને 13 લાખ રૂપિયાની માંગણી કરી હતી.
તેમજ એક શખ્સે 10 લાખમાં મામલો પતાવી દેવાનું જણાવ્યું હતું. દરમિયાન બાપુનગર પોલીસના કેટલાક માણસો આવ્યા હતા અને પુરુષ સામે બળાત્કારની ફરિયાદ થઈ હોવાનું જણાવ્યું હતું. જોકે, પુરુષે પોતે હનીટ્રેપમાં ફસાયા હોવાની રજૂઆત કરતાં પોલીસે હનીટ્રેપમાં ફસાવનાર યુવતી સહિત પાંચ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.