અમદાવાદઃ શહેર (Ahmedabad)ના નરોડા વિસ્તારમાં સ્પાની (Spa)ની આડમાં ચાલતા દેહવ્યાપારનો (Prostitution Racket) પર્દાફાશ થયો છે.  નરોડા પોલીસે સ્પામાં રેડ કરીને  દેહવેપારના રેકેટનો પર્દાફાશ કર્યો છે અને 2 લોકોની ધરપકડ કરી છે અને જેમાં સંચાલક અને મહિલા મેનેજર સામેલ છે.


આ અંગે મળતી વિગતો પ્રમાણે, નરોડા વિસ્તારમાં આવેલ નીલકંઠ પેરેડાઈઝ કોમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોરની દુકાન નંબર 22માં આવેલ આયુશી સ્પામાં સ્પાના મલિક અને મહિલા મેનેજર બન્ને ભેગા મળી બહારથી યુવતીઓને લાવી તેમને ગ્રાહક દીઠ 300 રૂપિયા આપવાનું નક્કી કરી પોતાના સ્પામાં રાખી દેહવ્યાપાર કરાવતી હતી. બહારથી પુરુષ ગ્રાહકોને બોલાવી સ્પાની આડમાં કૂટણખાનું (Prostitution) ચલાવી રહ્યા છે.


બાતમીને આધારે પોલીસે રેડ કરી સ્પામાંથી પાંચ યુવતીઓ(Prostitutes)મળી આવી હતી. જેમને રૂપિયાની લાલચ આપીને દેહવ્યાપાર કરાવવામાં આવતો હતો. પોલીસ સ્પાના માલિક અને મહિલા મેનેજરની ધરપકડ કરી લીધી છે. સ્પામાંથી મળી આવેલી 5 યુવતીઓના નિવેદન લેવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. 


Ahmedabad: યુવતીને ભાઈના સાળા સાથે બંધાયા શરીર સંબંધ, ખાનગીમાં માણતાં શરીર સુખ ને પતિ જોઈ ગયો


બાપુનગર (Bapunagar)માં રહેતી પરીણિત યુવતીને પોતાના ભાઈના સાળા સાથે શરીર સંબંધ બંધાયા હતા ને બંને ખાનગીમાં મળીને શરીર સુખ માણતાં હતાં. બંને વોટ્સએપ (Whatsapp) પર વાત પણ કરતાં હતાં. આ વાતની જાણ પતિને (Husband) થઈ જતાં પતિએ પીછો કરીને પત્નિની કામલીલાને જાતે જોઈ હતી. એ પછી તે  પત્નિને બેંકમાં લઈ જવાના બહાને હોટલમાં લઈ ગયો હતો અને છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. પતિએ પોતે પણ આત્મહત્યાનો (Suicide) પ્રયાસ કર્યો હતો પણ તે બચી ગયો હતો. પતિની હાલત ગંભીર છે પણ તેણે કાગળમાં લખીને પોલીસને આ હકીકત જણાવી છે.



અમરાઈવાડીમાં રહેતા યુવકની પત્નિને ભાઈના સાળા સાથે સંબંધ બંધાતાં બંને રંગરેલિયાં મનાવતાં હતાં. આ વાતની જાણ થતાં યુવક તેને બેંકમાં લઈ જવાના બહાને  બાપુનગરના ગુજરાત બોટલિંગ ચાર રસ્તા પાસેના અતિથિ ગેસ્ટ હાઉસમાં પ્રેમાલાપ કરવાના બહાને લઈ ગયો હતો. ગેસ્ટ હાઉસમાં પહોંચ્યા પછી તેણે પત્નિને  છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. પત્નિની હત્યા બાદ તેણે પોતે પણ આપઘાત કરવા માટે પોતાના ગળા પર છરી મારી દીધી હતી.



ગેસ્ટ હાઉસ(Guest House)ના સ્ટાફે તેને હોસ્પિટલ પહોંચાડ્યો હતો. યુવકની સારવાર ચાલી રહી હતી તે દરમિયાન યુવક ભાનમાં આવતાં પોલીસે તેની પૂછપરછ કરી હતી. યુવક કંઈ બોલી શકે તે હાલતમાં ન હોવાથી પોલીસે તેને લખીને કહેવાનું કહેતાં, યુવકે લખ્યું હતું કે, મારા સાળાના સાળા સાથે મારી પત્ની ......ને પ્રેમસંબંધ હતો. બંને ખાનગીમાં મળતાં હતાં ને મારી પત્નિ પ્રેમી સાથે અવાર નવાર વોટસએપ પર વાતો કરતી હતી. જેની જાણ મને થતાં  હું તેને ગેસ્ટહાઉસ લઇ ગયો હતો અને તેની હત્યા કરીમેં પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલના તબકકે પોલીસે યુવકનું નિવેદન નોંધી તેની ખરાઈ માટેની તજવીજ હાથ ધરી છે.