અમદાવાદ: ક્રિસમસની ઉજવણી અને થર્ટી ફર્સ્ટને લઈ અમદાવાદ પોલીસ સમગ્ર શહેરમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવને લઈ સતત ચેકિંગ કરી રહી છે.  આ દરમિયાન અમદાવાદ પોલીસ દ્વારા એક જ દિવસમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવના 39 કેસ નોંધવામાં આવ્યા છે.  અમદાવાદ પોલીસ વિભાગ દ્વારા ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ અતંર્ગત કેસ નોંધનાર પોલીસ કર્મચારીને 200 રૂપિયા ઇનામ આપવાની જાહેરાત પણ કરવામાં આવી હતી.  પોલીસ કર્મીઓ પણ 200 રૂપિયા ઇનામ મેળવવા હવે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવના આદેશનું કડક પાલન કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. 






આ ઉપરાંત છેલ્લા ત્રણ દિવસમાં દારૂના 132 કેસમાં 96 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ પોલીસના ટ્વિટર હેન્ડલ પર ડ્રિંક એન્ડ ડ્રાઈવ કેસની જાણકારી આપી છે. રાજ્યમાં થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈ દારુની રેલમછેલ રોકવા માટે પોલીસ દ્વારા સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.  






અમદાવાદ પોલીસ વિભાગે 22 ડિસેમ્બર, શુક્વારના રોજ ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરનારને પકડનાર પોલીસ કર્મીને 200 રૂપિયા ઇનામ આપવાની જાહેરાત કરી હતી. અમદાવાદ પોલીસના ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવેલી જાણકારી અનુસાર, સિટી પોલીસે અમદાવાદ શહેરમાં તારીખ 24 ડિસેમ્બર 2023ના રોજ એક જ દિવસમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવ અંતર્ગત ફુલ 39 વ્યક્તિઓ સામે એફઆઈઆર નોંધી અને ધરપકડ કરવામાં આવી છે.


અમદાવાદ પોલીસના એક્સ હેન્ડ પર પોસ્ટ કરવામાં આવેલી માહિતી અનુસાર,  અમદાવાદ શહેરમાં છેલ્લા ત્રણ દિવસ ( તારીખ 22/12/2023 થી 24/12/2013) સુધીમાં પ્રોહિબિશનના ઈંગ્લીશ / દેશી દારૂના કુલ 132 કેસ કરી 96 આરોપીઓ પકડી 1,59,505  ઈંગ્લીશ / દેશી દારૂનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે.    


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial