અમદાવાદઃ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરના આપઘાતની ઘટના સામે આવી છે. આપઘાત કરનાર ડો. સચિન ચૌધરી આંખના વિભાગમાં ફરજ બજાવતા હતા. ડો. સચિન ચૌધરીએ કયા કારણોસર આપઘાત કર્યો તેની માહિતી હાલ નથી મળી પરંતુ માનસિક પરેશાની હોવાથી આપઘાત કર્યો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.


અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પોસ્ટ ગ્રેજ્યુએશનના તબીબ સચિન ચૌધરી આંખના વિભાગમાં ફરજ બજાવતા હતા અને 5 દિવસ પહેલા જ સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા. સચિન ચૌધરીને બરોડાથી રિસફર થઈને સિવિલ હોસ્પિટલમાં આંખના વિભાગમાં ઈન્ટર માટે આવ્યા હતા. હાલ સ્થાનિક પોલીસ આ ઘટના અંગે તપાસ કરી રહી છે. તપાસમાં એફ.એસ.એલની મદદ પણ લેવામાં આવી છે.


પંચમહાલમાં રિસોર્ટમાં જુગાર રમતા ઝડપાયેલા ભાજપના ધારાસભ્યને કોર્ટે ફટકારી બે વર્ષની સજા


માતરઃ માતરના ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી સહિત 26ને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. હાલોલ એડીશનલ ચીફ જ્યુડિશિયલ કોર્ટે બે વર્ષની સજા અને 4 હજારનો દંડ સંભળાવ્યો હતો. પહેલી જૂલાઈ 2021ની રાત્રે પંચમહાલ એલસીબીએ પાવાગઢના જીમીરા રિસોર્ટમાં દરોડા પાડી કેસરીસિંહ સહિત 26 લોકોને પકડી પાડ્યા હતા તેમજ તેમની પાસેથી 3.89 લાખ રોકડા, 25 મોબાઈલ, લેપટોપ, 8 લક્ઝુરિયસ કાર સહિત 1.15 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. દોષિતોમાં 4 વિદેશી મહિલાઓ પણ સામેલ હતી. કોર્ટે સજા સંભળાવી ત્યારે 24 આરોપીઓ હાજર રહ્યા હતા.


1 જુલાઇ, 2021ના રોજ રાત્રે પંચમહાલ જિલ્લાના શિવરાજપુર ખાતે જીમીરા રિસોર્ટમાંથી જુગાર રમતા ઝડપાયા હતા.  કોર્ટે આરોપીઓને સજા સાથે જીમીરા રિસોર્ટનો પરવાનો રદ કરવાનો હુકમ કર્યો છે. ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી માતરના ધારાસભ્ય છે અને બે ટર્મથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટાયેલા છે. પોલીસ તપાસમાં ખૂલ્યું હતું કે જીમીરા રિસોર્ટમાં અમદાવાદનો હર્ષદ વાલજી પટેલ જુગારધામ ચલાવતો હતો. જુગારમાં રોકડ રૂપિયાના વ્યવહાર સામે પ્લાસ્ટિકના કોઈનનો ઉપયોગ કરતો હતો.