અમદાવાદના મણિનગરમાં હોસ્પિટલમાંથી માતા-પુત્રીની લાશ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. મળતી જાણકારી અનુસાર, ભુલાભાઈ પાર્ક પાસે હોસ્પિટલમાંથી સૌથી પહેલા 30 વર્ષીય પરિણીતાની લાશ ઓપરેશન થિયેટરના કબાટમાંથી મળી આવી હતી. ત્યાર બાદ બેડ નીચેથી માતાની લાશ મળી આવતા ખળભળાટ મચી ગઇ હતી.
તપાસમા જાણવા મળ્યું છે કે માતા અને દીકરી સારવાર માટે હોસ્પિટલ આવ્યા હતા. દીકરીની લાશ મળ્યા બાદ તેમની સાથે માતા ક્યાં ગયા તેની પોલીસે તપાસ કરતા માતાની પણ લાશ હોસ્પિટલમાંથી મળી આવી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં ભારતી વાળા અને તેમની માતા ચંપા બેન હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતા. પોલીસે હોસ્પિટલમાં કામ કરતા મનસુખ નામના યુવકની અટકાયત કરી છે. કેમ કે આ વ્યક્તિ મૃતકનો પરિચીત હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક પરિણીતા ભારતી વાળાને ડ્રગ્સનો ઓવરડોઝ અથવા કોઈ ઇન્જેક્શન આપીને મોતને ઘાટ ઉતારાઈ હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
કાગડપીઠ પોલીસે દીકરી અને માતાની હત્યાની આશંકાના પગલે તપાસ શરૂ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે યુવતીની લગ્ન છ વર્ષ અગાઉ થયા હતા. યુવતી તેના પિયરમાં રહેતી હતી. યુવતી કાનની સારવાર માટે આવતી હતી. પોલીસે ક્લિનિકમાં કમ્પાઉન્ડર તરીકે ફરજ બજાવી રહેલા અને યુવતીના પરિચિત મનસુખ નામના શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી છે.
Ahmedabad Corona Cases: અમદાવાદમાં નોંધાયો કોરોનાના નવા વેરીયન્ટનો શંકાસ્પદ કેસ ? આરોગ્ય વિભાગ આવ્યું હરકતમાં
Ahmedabad Corona Cases: દેશમાં કોરોનાના કેસ નહીંવત થઈ ગયા છે. જોકે વિદેશમાં કોરોનાના કેસમાં થઈ રહેલા વધારાના કારણે ભારતમાં પણ ચિંતાનો માહોલ છે. અમદાવાદમાં કોરોનાના નવા વેરીયન્ટ ઓમિક્રોન B7નો શંકાસ્પદ કેસ નોંધાયો છે. દર્દીમાં આ વેરીયન્ટના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા છે. જે બાદ ચીનની અંદર નોંધાયેલા વેરીયન્ટનો કેસ છે કે નહિ તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. રાજ્યના આરોગ્ય વિભાગે દર્દીના જીનોમ્ સિકવન્સ મેચ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. જો નવો વેરીયન્ટ મળી આવશે તો દર્દી માટે અલાયદો વોર્ડ બનાવશે. અમદાવાદમાં મળી આવેલા નવા વેરીયન્ટને લઈ રાજ્યનો આરોગ્ય વિભાગ ચિંતા સાથે હરકતમાં આવ્યો છે.
- BA.5.2 અને BF.7 બંને અત્યંત ચેપી છે. BA.5.2 એ ઓમિક્રોન પેટા-વેરિયન્ટ BA.5 ની પેટા-વંશ છે. આ વર્ષે જુલાઈમાં શાંઘાઈમાં BA.5.2નો પ્રથમ કેસ નોંધાયો હતો. પછી આ પ્રકાર અમેરિકાથી પરત ફરેલા 49 વર્ષીય વ્યક્તિમાં જોવા મળ્યો.
- જ્યારે, BF.7 એ Omicron ના BA.5 નો પેટા વેરિયન્ટ છે. તે ખૂબ જ ચેપી પણ છે. ચીનના મોટાભાગના શહેરોમાં BA.5.2 અને BF.7ના કેસ જોવા મળી રહ્યા છે અને તેના કારણે ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ભારતમાં પણ BA.5.2ના કિસ્સાઓ સામે આવ્યા છે