લોક ડાઉન દરમિયાન રાજસ્થાનમાં ધધો પડી ભાંગતા દંપતિ અમદાવાદમાં નોકરી માટે આવ્યા હતા અને સોલા વિસ્તારમાં ભાડે મકાન રાખ્યું હતું. પી.એચ.ડી. સુધીનો અભ્યાસ કરેલી યુવતી અગાઉ બોપલમાં નોકરી કરતી હતી ત્યારે ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા અને નારોલમાં પ્રથમ લક્ઝીરીયા ખાતે રહેતા સુરેશ જાટ સંપર્કમાં આવ્યો હતો. તેણે યુવતીને ફોન કરીને નોકરીની જરુર હોય તો કહેજો તેમ ક્હયું હતું. યુવતી હાલમાં બેકાર હોવાથી તેણે આરોપીનો ફોન કરીને સંપર્ક કર્યો હતો. જાટે યુવતીને તાના ડોક્યુમેન્ટ લઇને ઘરે બોેલાવી હતી. નોકરીના લાલચે યુવતી સોલાથી નારોલ ખાતે ગઇ હતી.
આરોપીએ પોતાના ઘરમાં બેસાડીને પ્રથમ નોકરીની વાતો કરી હતી અને ઠંડું પીણું આપ્યુ હતું. તેણે પીણામાં કેફી દ્વવ્ય ભેળવ્યું હોવાથી યુવતી બેભાન થઇ ગઇ હતી. જાટે તેની બેભાનાવસ્થાનો મજબુરીનો લાભ ઉઠાવીને તેણી સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવ અંગે નારોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એસ.એ.ગોહિલે યુવતીની ફરિયાદ આધારે આરોપીની અટકાયત કરીને તેનો કાવિડ-19નો ટેસ્ટ કરાવીને ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવશે.
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ