અમદાવાદઃ ઊંઝાનાં ભાજપનાં ધારાસભ્ય આશાબેન પટેલની તબિયત લથડતા તેમને અમદાવાદ ખાતે ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. કમનસીબે તેમને બચાવી શકાયા નથી અને આજે બપોરે આશાબેન પટેલનું નિધન થયું હતું. મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોરના કારણે તેમનું નિધન થયાનું ઝાયડસ હોસ્પિટલે જણાવ્યું હતું. આજે સવારે જ આશાબેનના સ્વાસ્થ્યના ખબર અંતર પૂછવા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, પૂર્વ આરોગ્ય મંત્રી નીતિન પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઝાયડસ પહોંચ્યા હતા. તબીબો સાથે કરેલી વાતચીતનો હવાલો આપી સી.આર.પાટીલે સ્પષ્ટ કર્યુ છે કે હાલની સ્થિતિએ આશાબેનના સ્વાસ્થ્યની સ્થિતિ કાબુ બહારની છે.
દિલ્હીના પ્રવાસ બાદ આશાબેન પટેલને ડેન્ગ્યુ થયો હતો. આ સમય દરમિયાન તેમની તબિયત વધુ લથડી હતી. ડેન્ગ્યુ બાદ તેમનું લીવર ડેમેજ થતાં તેમને અમદાવાની ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ડોક્ટરે શનિવારે આપેલી માહિતી મુજબ આશાબહેનનું લીવર ડેમેજ થયું હોવાથી આઇસીયુમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. ડેન્ગ્યુના કારણે તેમની સ્થિત વધુ ગંભીર થઇ હોવાની માહિતી ડોક્ટરે આપી હતી.
આશાબેનની તબિયત રવિવારે સવારે થોડોક સુધારો થયો હતો પણ પછી અચાનક તબિયત લથડી હતી. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલે આજે સવારે આશાબેનની તબિયતના હાલ પૂછવા ગયા ત્યારે જ તેમણે સંકેત આપી દીધો હતો કે, આશાબેનની તબિયત સારી નથી. તેમણે કહ્યું હતું કે, આશાબેનની તબિયત ક્રિટિકલ નથી પણ અતિ ક્રિટિકલ છે.
અમદાવાદ-મુંબઇ વચ્ચે દોડતી તેજસ એક્સપ્રેસ ટ્રેન હવે 22 ડિસેમ્બરથી સપ્તાહમાં આટલા દિવસ દોડશે
રાજ્યમાં એક જ સપ્તાહમાં કોરોનાના એક્ટિવ કેસમાં 60%નો ધરખમ વધારો, આ શહેરમાં સૌથી વધુ એક્ટિવ કેસ
India Corona Cases: ઓમિક્રોનના ફફડાટ વચ્ચે દેશમાં કોરોનાના કેટલા કેસ નોંધાયા ? જાણો લેટેસ્ટ આંકડો