અમદાવાદઃ શહેર સહિત રાજ્યભરમાં હાલ વરસાદી માહોલ છવાયો છે. અમદાવાદમાં વરસાદ બાદ હવે કોર્પોરેશન તંત્રએ બનાવેલા રોડમાં પોલમ પોલ સામે આવી રહી છે. શહેરના અનેક વિસ્તારોમાં રોડ હાલ બિસ્માર બની ગયા છે.  જેના કારણે વાહન ચાલકોએ વાહન હંકારવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે.



શહેરના બોપલ, દાણીલીમડા, વાસણા, અંજલી ચારરસ્તા, પાલડી સહિત નિકોલ, નરોડા, બાપુનગર, રખિયાલ સહિત તમામ વિસ્તારોમાં રસ્તાઓ બિસ્માર બન્યા છે. પરંતુ તેમ છતા તંત્રના પેટનું પાણી હાલતું નથી. શહેરના રોડ રસ્તાની હાલતને લઈ અમદાવાદ મનપાના કમિશ્નર વિજય નહેરાએ મોટું નિવેદન આપ્યું છે.



અમદાવાદના રોડ રસ્તાની હાલતને લઈ શહેરના કમિશ્નર વિજય નહેરાએ કબૂલાત કરતાં જણાવ્યું કે, શહેરના રોડ ખૂબ ખરાબ છે. 500 કરોડના રોડ આપણે નવા બનાવ્યા છે તેમાં કોઈ ખાડા નથી. 10 ટકા જેટલા રોડનું સમારકામ કરતા હોઈએ છીએ. હવે નવી પદ્ધતિથી રોડના સમારાકામ કરવામાં આવશે.

વાયનાડમાં રાહુલ ગાંધીને એક વ્યક્તિએ અચાનક કરી લીધી કિસ, વીડિયો થયો વાયરલ

કાશ્મીર મુદ્દે ઈમરાનના સમર્થનમાં આવ્યો આ પાકિસ્તાની ક્રિકેટર, કહ્યું- ટૂંક સમયમાં જઈશ LoC 

ICC એ ફરી એકવાર કરી સચિનની મજાક, બેન સ્ટોક્સને ગણાવ્યો તેંડુલકર જેટલો મહાન ક્રિકેટર ગણાવતાં ફેન્સ ભડક્યા