અમદાવાદ: અમદાવાદ સિવિલ હોસ્પિટલના બીજા માળેથી કૂદીને એક દર્દીએ આપઘાત કર્યો હતો. સંજય પટણી નામનો આ દર્દી છેલ્લા ધણા સમયથી બીમારીથી પીડાતો હતો. બિમારીથી કંટાળીને તેણે આ પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું છે. મૃતક સંજય પટણીને કમળી થઇ ગઇ હતી. છેલ્લાં 3 દિવસથી સિવિલમા સારવાર લઇ રહ્યો હતો. અગાઉ 10 વખત સંજયને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. પેટમાં પાણી ભરાઇ જવાની સમસ્યાને સહન ન કરી શક્તા તેણે આ પગલું ભર્યું હતું. સૂત્રોનું માનીએ તો સંજય ત્રણ વાર હોસ્પિટલમાંથી ભાગી ગયો હતો. શાહીબાગ પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.