ગાંધીનગર: ‘કુછ દિન તો ગુજારિયે ગુજરાત મેં’ આ શબ્દો સાંભળતા જ આપણા ચહેરા સમક્ષ બોલિવૂડ શહેનશાહ અમિતાભ બચ્ચનનો ચહેરો સામે આવી જાય છે. ‘ખુશ્બુ ગુજરાત કી' નામની જાહેરાત હેઠળ અમિતાભ બચ્ચન ગુજરાતના પ્રવાસન સ્થળોને વેગ આપવા કામ કરી ચૂક્યા છે. હવે ફરી એકવાર બોલીવુડ શહેનશાહ અમિતાભ બચ્ચન ફરી ગુજરાતના પ્રવાસન સ્થળોની જાહેરાત કરશે.
અમિતાભ બચ્ચન નવું અભિયાન શરૂ કરશે
ગુજરાત પ્રવાસન સ્થળો માટે અમિતાભ બચ્ચન નવું અભિયાન શરૂ કરશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી સહિતના રાજ્યના 12 જેટલા નવા સ્થળોનો સમાવેશ કરાશે. અમિતાભ બચ્ચનને ફરી મેદાનમાં ઉતારવા સરકારે મન બનાવ્યું છે. દેશ-વિદેશના પ્રવાસીઓને ગુજરાત તરફ આકર્ષવા ફરી મેદાનમાં આવશે બીગ બી. તમને જણાવી દઈએ કે, આ અગાઉ પણ અમિતાભ બચ્ચન જાહેરાત કરી ચૂક્યા છે. ‘ખુશ્બુ ગુજરાત કી' નામની જાહેરાત અમિતાભ બચ્ચન કરી ચૂક્યા છે.
ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને ઘણો ફાયદો થયો
હવે આ વખતે ગુજરાતના સ્ટેચ્યૂ ઓફ યુનિટી, ધરોઇ ડેમ, નડા બેટ, ડાંગના જંગલો, શેત્રુંજ્ય ડેમ, બુદ્ધિસ્ટ સર્કિટ અને વડનગર જેવા પ્રવાસન સ્થળોનો સમાવેશ કરવામાં આવશે. નોંધનિય છે કે, અમિતાભ બચ્ચનની જાહેરાતથી ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને ઘણો ફાયદો પણ થયો હતો.
પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર 20 ટકાનો વધારો નોંધાયો
તમને જણાવી દઈએ કે, ગુજરાત સરકાર દ્વારા અમિતાભ બચ્ચનને લઈને શરુ કરવામાં આવેલ ‘ખુશ્બૂ ગુજરાત કી’ અભિયાનને સારી સફળતા મળી હતી. 2010માં શરૂ કરવામાં આવેલા આ અભિયાનને કારણે ગુજરાતમાં આવતા પ્રવાસીઓની સંખ્યાનાં સારો એવો વધારો થયો હતો. આ જાહેરાતના કારણે ગુજરાતમાં પ્રવાસોની સંખ્યામાં પણ ધરખમ વધારો નોંધાયો હતો. એક માહિતી અનુસારા આ અભિયાન બાદ ગુજરાતમાં દર વર્ષે આવતા પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર 20 ટકાનો વધારો નોંધાયો હતો. બોલિવૂડ સ્ટાર અમિતાભ બચ્ચનના તે અભિયાન દરમિયાન સાપુતારા, કચ્છનું રણ, સોમનાથ મંદિર,અંબાજી મંદિર અને ગીરના સિંહોના અભ્યારણ્યનો ઉલ્લેખ કર્યો હતો. નોંધનીય છે કે, કોરોનાકાળ બાદ પણ ગુજરાતમાં આવતા પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. હવે અમિતાભના નવા અભિયાનથી ગુજરાતના પ્રવાસન વિભાગને નવો વેગ મળશે, જોકે, અમિતાભ બચ્ચન આ નવુ અભિયાન કઈ તારીખથી શરુ કરશે તેની માહિતી સામે આવી નથી.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial