અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત રાજ્યની છ મ્યુનિસિપલ કોર્પોરેશનની મતગણતરી આજે મંગળવારે હાથ ધરાઈ છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપનાં મહિલા ઉમેદવાર બ્રિન્દા સુરતી પહેલાં કોર્પોરેટર બન્યાં હતાં.
મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે નારણપુરા વોર્ડનાં કોંગ્રેસનાં ઉમેદવારે ફોર્મ પાછું ખેંચતાં બ્રિન્દા સુરતી જીતી ગયાં હતાં. કોંગ્રેસનાં ઉમેદવાર ચંદ્રિકાબેન રાવળ ખસી જતાં નારણપુરા વોર્ડની ઓબીસી માટે અનામત બેઠક પર ભાજપનાં મહિલા ઉમેદવાર બ્રિન્દા સુરતીને બિનહરિફ વિજતા જાહેર કરી દેવાયાં હતાં. એ જ વખતે ભાજપના મહિલા ઉમેદવાર બ્રિન્દાબહેન સુરતીને વિજેતા હોવાનું પ્રમાણપત્ર પણ આપી દેવાતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નવી બોડીનાં એ પહેલાં કોર્પોરેટર બન્યાં હતાં.
નારણપુરા વોર્ડની ઓબીસી માટે અનામત બેઠક પર કોંગ્રેસે ચંદ્રિકાબેન રાવળને મેદાનમાં ઉતાર્યા હતા. તેમની સામે ભાજપે બ્રિન્દાબેન સુરતીને ટિકિટ આપી હતી. આમ આદમી પાર્ટીએ આ બેઠક પરથી પુષ્પાબેન નામમાં મહિલા ઉમેદવારને ટિકિટ આપી હતી. ફોર્મ ચકાસણી દરમ્યાન આમ આદમી પાર્ટીના પુષ્પાબેનનું ફેર્મ રદ થઇ ગયું હતુ.
ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો ત્યારે કોંગ્રેસ નેતાગીરીને પૂછ્યા વિના જ કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રિકાબહેન રાવળે ઉમેદવારીપત્ર પરત ખેંચી લીધું હતું. તેના કારણે ભાજપે નારણપુરા વોર્ડની એક બેઠક બિનહરિફ કબજે કરી લીધી હતા. હવે નારણપુરામાં બે પુરુષ અને એક મહિલા બેઠક મળી કુલ ત્રણ બેઠકો માટે મતગણતરી થશે.
અમદાવાદમાં પહેલી બેઠક ભાજપે કબજે કરી, જાણો ભાજપનાં ક્યાં મહિલા બન્યાં પહેલાં કોર્પોરેટર ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
23 Feb 2021 09:13 AM (IST)
મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે નારણપુરા વોર્ડનાં કોંગ્રેસનાં ઉમેદવારે ફોર્મ પાછું ખેંચતાં બ્રિન્દા સુરતી જીતી ગયાં હતાં.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -