Gujarat Assembly Elections: ગુજરાત વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસ વધી રહ્યા છે. હવે આ કડીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે છે. રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા તારીખ 20 સપ્ટેમ્બરના રોજ નમો કિસાન પંચાયત, મેયર સમિટ, જનપ્રતિનિઘિ સંમેલન, મોરબી ખાતે યોજાનાર રોડ શો અને વિરાંજલી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.


પ્રદેશ મોરચાના પ્રમુખો સાથે બેઠક કરશે


રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા તારીખ 21 સપ્ટેમ્બરના રોજ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ મોરચાના પ્રમુખો સાથે બેઠક કરશે અને સાથે સાથે પ્રોફેસર સમિટ અને મેયર સમિટના સમાપન સત્રમાં ઉપસ્થિત રહેશે. મોરબી ખાતે જિલ્લાના કાર્યકરો દ્વારા ભવ્ય રોડ-શો તારીખ 20 સપ્ટેમ્બરના રોજ યોજાનાર છે. આ રોડ-શોમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત પાર્ટીના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહેશે.


વિરાંજલિ કાર્યક્રમમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ઉપસ્થિત રહેશે


20 સપ્ટેમ્બરના રોજ ગાંઘીનગર ખાતે યોજનાર વિરાજંલિ કાર્યક્રમમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, પ્રદેશના અધ્યક્ષ સી.આર.પાટીલ અને રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે. આવતીકાલે સવારે રાષ્ટ્રીય અધ્યક્ષ જેં.પી.નડ્ડા ગુજરાત પ્રદેશ કિસાન મોરચા દ્વારા યોજનાર નમો કિસાન પંચાયત કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કાર્યકરોને માર્ગદર્શન આપશે અને ઇ બાઇકને ફલેગ ઓફ કરવામાં આવશે. 
 
આ ઉપરાંત ગુજરાત ભાજપના મેન્ડેટ ઉપર અલગ-અલગ ચૂંટણીઓમાં જે ઉમેદવારો વિજેતા થયા છે તે જનપ્રતિનિધીઓનું સંમેલન રાજકોટ ખાતે તારીખ 20 સપ્ટેમ્બરના રોજ યોજનાર છે. પ્રવાસના બીજા દિવસ તારીખ 21 સપ્ટેમ્બરના રોજ પ્રદેશ કાર્યાલય ખાતે સંગઠનના અલગ-અલગ પદાધિકારીઓ સાથે બેઠક યોજશે ત્યાર બાદ અમદાવાદ ખાતે પ્રોફેસર સમિટમાં વિવિધ ક્ષેત્રના અધ્યાપકઓ સમક્ષ ભારતીય જનતા પાર્ટીના વિચારોને રજૂ કરશે ત્યાર બાદ મેયર સમિટના સમાપન સત્રમાં ઉપસ્થિત રહેશે.


આ પણ વાંચો....


Gujarat Monsoon: મેઘરાજા ખેલૈયાઓની નવરાત્રી બગાડશે ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી


Gandhinagar: આંદોલનમાં ઘેરાયેલ ગુજરાત સરકારની મુશ્કેલી વધી, જાણો હવે ક્યા કર્મચારીઓ ઉતર્યા વિરોધમાં


Gujarat Assembly Election 2022: મિશન 2022 માટે પ્રિયંકા ગાંધી આવશે ગુજરાત, મહિલા સંમેલનને સંબોધવા સાથે ગરબામાં લઈ શકે છે ભાગ


Gujarat Assembly Election 2022: કેજરીવાલ-સિસોદીયા આવશે ગુજરાત, જાણો શું છે કાર્યક્રમ