માસ્કને એક ટકા સોડિયમ હાઇપો-ક્લોરાઇટથી ડીસઇન્ફેકટ કર્યા પછી જ તેનો નિકાલ કરવાનો રહેશે. દર્દીએ નક્કી કરેલા રૂમમાં ઘરના અન્ય લોકોથી દૂર રહેવું જોઈએ, ખાસ કરીને વડીલો અને હાયપરટેન્શન, રેનલ-શ્વસનતંત્ર ડિસીઝ જેવા સહ-રોગની સ્થિતિ ધરાવતા લોકોથી દૂર રહેવું જોઈએ.
દર્દીએ વધુમાં પ્રમાણમાં પ્રવાહી લેવું જોઈએ અને પૂરતા પ્રમાણમાં ઊંઘ લેવી જોઈએ. વારંવાર સાબુ અને પાણીથી 40 સેકન્ડ્સ સુધી હાથ ધોતાં રહેવું અથવા આલ્કોહોલવાળા સેનેટાઈઝરથી સાફ કરતાં રહેવું જોઈએ. પોતાની અંગત વસ્તુઓ અન્ય લોકો સાથે શેર કરવી જોઈએ નહિ.
ટેબ્લેટ્સ, ડોર નોબ્સ, હેન્ડલ્સ, વગેરે કે જેને વારંવાર સ્પર્શ કરવામાં આવે છે તેને 1 ટકા હાયપોક્લોરાઇટ સોલ્યુશન વાપરીને સાફ કરવા જરૂરી છે. ઘરની અન્ય કોઈ વ્યક્તિએ દર્દીના શરીરના પ્રવાહી તેમજ શ્વસન સાથે સીધો સંપર્ક ટાળવાનું રહેશે. દર્દીને સાચવતી વખતે એકવાર ઉપયોગ કર્યા બાદ ફેંકી શકાય તેવા ગ્લોવ્સનો ઉપયોગ કરો.
ઉપરાંત વાતાવરણમાં સંભવિત દૂષિત ચીજોના સંસર્ગને ટાળવું જોઈએ. દર્દીને તેના રૂમમાં જ ખોરાક પૂરો પાડવો આવશ્યક છે. દર્દી દ્વારા ઉપયોગમાં લેવાતા અન્ય વાસણો તેમજ ડીશને સાબુ -ડીટરજન્ટ અને ગ્લોવ્ઝ પહેરી પાણીથી સાફ કરવા જોઈએ. વાસણોનો ફરીથી ઉપયોગમાં કરી શકાય છે.
દર્દી દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી વસ્તુઓ, કપડાં સાફ કરતી વખતે ટ્રિપલ લેયર મેડિકલ માસ્ક અને ફેંકી શકાય તેવા ગ્લોવ્સનો ઉપયોગ કરવાનો રહેશે. દર્દીની સાર- સંભાળ રાખનાર અને તેની નજીક રહેનાર તમામ વ્યક્તિઓએ દૈનિક તાપમાન માપીને સ્વાસ્થ્યનું સ્વયં-નિરીક્ષણ કરવાનું રહેશે અને જો તેઓ કોવિડ -19નાં તાવ, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ જેવા કોઈ લક્ષણ જણાય તો તાત્કાલિક જાણ કરવાની રહેશે.