Lok Sabha Election 2024: અમદાવાદમાં ભાજપના કોર્પોરેટર મતદારોને ધમકાવતા હોવાની કોંગ્રેસે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. કોંગ્રેસની ચૂંટણી સંકલન સમિતિના ચેરમેન બાબુભાઈ પટેલે ચૂંટણીપંચમાં ફરિયાદ કરી છે. મણિનગરનાં બુથ નંબર 231 અને 232માં મતદારોને ધાકધમકી આપતા હોવાની ફરિયાદ થઈ છે.


કોંગ્રેસે ફરિયાદમાં લખ્યું છે કે, 08- અમદાવાદ પશ્ચિમ લોકસભા બુથ નં. 231 અને 232 કે જે મણીનગર વિસ્તારમાં આવેલ છે. મણીનગર વિસ્તારના ભાજપના કોર્પોરેટર મતદારોને ધાક-ધમકી આપીને ભાજપના ઉમેદવારને મત આપવા માટે જણાવે છે. જેની આ ફરીયાદ આપીએ છીએ.


ગુજરાતમાં આજે ત્રીજા તબક્કાના મતદાનમાં તમામ 25 બેઠકો પર મતદાન યોજાઇ રહ્યું છે, આજે સવારે પ્રથમ 5 કલાકમાં મતદાનના આંકડા સામે આવ્યા છે. આજે ગુજરાત સહિત દેશભરમાં 12 રાજ્યોની 93 બેઠકો પર મતદાન યોજાઇ રહ્યું છે. આજે ગુજરાતમાં તમામ 25 બેઠકો પર મતદાન થઇ રહ્યું છે. ખાસ વાત છે કે, લોકસભાની 25 બેઠકોની સાથે સાથે વિધાનસભાની 5 બેઠકો પર પણ પેટા ચૂંટણી યોજાઇ રહી છે. બપોરે 12 વાગ્યા સુધીમાં 25 લોકસભા બેઠક પર સરેરાશ 27 ટકા મતદાન થયું છે.


25 લોકસભા બેઠક પર 12 વાગ્યા સુધીમાં સરેરાશ 27 ટકા મતદાન


વિધાનસભાની પાંચ બેઠકો પર સરેરાશ 25 ટકા મતદાન



  • અમદાવાદ પૂર્વ બેઠક પર પર સરેરાશ 23 ટકા મતદાન

  • અમદાવાદ પશ્ચિમ બેઠક પર સરેરાશ 22 ટકા મતદાન

  • અમરેલી બેઠક પર સરેરાશ 21 ટકા મતદાન

  • આણંદ બેઠક પર સરેરાશ 19 ટકા મતદાન

  • બારડોલી બેઠક પર સરેરાશ 20 ટકા મતદાન

  • ભરૂચ બેઠક પર સરેરાશ 19 ટકા મતદાન

  • બનાસકાંઠા બેઠક પર સરેરાશ 19 ટકા મતદાન

  • ભાવનગર બેઠક પર સરેરાશ 20 ટકા મતદાન

  • છોટા ઉદેપુર બેઠક પર સરેરાશ 19 ટકા મતદાન

  • દાહોદ બેઠક પર સરેરાશ 20 ટકા મતદાન

  • ગાંધીનગર બેઠક પર સરેરાશ 21 ટકા મતદાન

  • જામનગર બેઠક પર સરેરાશ 19 ટકા મતદાન

  • જૂનાગઢ બેઠક પર સરેરાશ 20 ટકા મતદાન

  • ખેડા બેઠક પર સરેરાશ 19 ટકા મતદાન

  • કચ્છ બેઠક પર સરેરાશ 20 ટકા મતદાન

  • મહેસાણા બેઠક પર સરેરાશ 19 ટકા મતદાન

  • નવસારી બેઠક પર સરેરાશ 20 ટકા મતદાન

  • પોરબંદર બેઠક પર સરેરાશ 20 ટકા મતદાન

  • પંચમહાલ બેઠક પર સરેરાશ 19 ટકા મતદાન

  • પાટણ બેઠક પર સરેરાશ 19 ટકા મતદાન

  • રાજકોટ બેઠક પર સરેરાશ 20 ટકા મતદાન

  • સાબરકાંઠા બેઠક પર સરેરાશ 18 ટકા મતદાન

  • સુરેન્દ્રનગર બેઠક પર સરેરાશ 20 ટકા મતદાન

  • વડોદરા બેઠક પર સરેરાશ 19 ટકા મતદાન

  • વલસાડ બેઠક પર સરેરાશ 20 ટકા મતદાન