ગાંધીનગર: માણસામાં ક્ષત્રિય ઠાકોર સમાજના સંમેલનમાં ઋષિ ભારતી બાપુએ અલ્પેશ ઠાકોરને નાયબ મુખ્યમંત્રી ન બનાવાતા દુઃખ વ્યક્ત કર્યાના નિવેદન પર રાજકીય પ્રતિક્રિયાઓનો દોર શરૂ થઈ ગયો છે. પૂર્વ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર આ નિવેદનથી ખૂબ જ નારાજ થયા હતા, જ્યારે મંત્રી અલ્પેશ ઠાકોરે ફૂંકી ફૂંકીને જવાબ આપ્યો હતો.

Continues below advertisement

જગદીશ ઠાકોરનો ઉગ્ર વિરોધકોંગ્રેસના નેતા જગદીશ ઠાકોરે સ્ટેજ પરથી જ ઋષિ ભારતીના નિવેદનનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. તેમણે આ નિવેદનને સમાજને નુકસાન પહોંચાડનારું ગણાવ્યું હતું:

રાજકારણથી દૂર રહેવાની સલાહ

Continues below advertisement

તેમણે કહ્યું કે સ્ટેજ પરથી કોઈએ કોઈના નામથી ભાષણ ન કરવું જોઈએ અને 'હમણાં કોઈએ નાયબ મુખ્યમંત્રીની વાત કરી' તેવા નિવેદનો યોગ્ય નથી. તેમણે આયોજકોને આવા લોકોને આમંત્રણ ન આપવા અથવા આમંત્રણ આપો તો તેમને પહેલેથી જ કહેવું કે સમાજ સિવાય અન્ય કોઈ વાત ન કરે. જગદીશ ઠાકોરે વ્યથા વ્યક્ત કરતા કહ્યું કે આવા લોકો જે ભેગા થયા તેમાં પથ્થર મારે છે અને આવા નિવેદનોથી જે કાર્યક્રમ આખો દિવસ મીડિયામાં ચાલવાનો હતો, તે હવે ફક્ત અલ્પેશ ઠાકોરના નિવેદન પૂરતો જ સીમિત રહી જશે.

વક્તાઓ માટે કમિટીની માંગ

તેમણે એક કમિટી બનાવવાની સલાહ આપી જેમાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો હોય, જેથી વક્તાઓએ સ્ટેજ પરથી શું બોલવું તેની મર્યાદા નક્કી કરી શકાય. તેમણે કહ્યું કે સ્ટેજ પરથી કોઈ રાજકારણની આડીઅવળી વાત કરે તો તેને બાવડું પકડીને ભગાડવો જોઈએ.

અલ્પેશ ઠાકોરની સાવચેતીભરી પ્રતિક્રિયાબીજી તરફ, મંત્રી અલ્પેશ ઠાકોરે આ વિવાદથી કિનારો કરવાનો પ્રયાસ કર્યો હતો. અલ્પેશ ઠાકોરે મીડિયા સામે ઉપમુખ્યમંત્રીના સવાલથી દૂર રહીને અસ્પષ્ટ જવાબ આપ્યો. તેમણે કહ્યું કે, "ઋષિ ભારતીએ શું કહ્યું તે હું જાણતો નથી." તેમણે ઉમેર્યું કે સરકારમાં તમામ સમાજને યોગ્ય સ્થાન આપી રહી છે.

અલ્પેશ ઠાકોરે નામ લીધા વગર ઋષિ ભારતીને આડકતરી રીતે જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, "કોઈને આ પદ મળવું જોઈએ તેવા નિવેદનો મંચ પરથી ન કરે."  તેમણે ભારપૂર્વક કહ્યું કે આવા સંમેલનો કરવામાં ઘણી મહેનત થતી હોય છે અને આવા નિવેદનોથી જે મહેનત હોય તે બગડી જાય છે. તેમણે ચેતવણી આપતા કહ્યું કે, "અમેરિકાના રાષ્ટ્રપતિ પણ બનવું હોય છે, પણ કોઈ બનાવશે." આવા નિવેદનો કરશો તો "જે આપે છે તે જ પૂરા કરી નાખશે."

શું કહ્યું હતું ઋષિ ભારતી બાપુએ?

આજે માણસાના ધમેડા ગામે ઠાકોર સમાજનું મહાસંમેલન યોજાયુ હતુ, જેમાં ઋષિ ભારતી બાપુએ અલ્પેશ ઠાકોરને લઇને આશ્ચર્યજનક નિવેદન આપ્યુ હતુ. તેમને કહ્યું કે, અલ્પેશ ઠાકોરને નાયબ મુખ્યમંત્રી બનાવવા અનેક પ્રયાસો થયા હતા. અનેક બેઠકો પણ થઇ પરંતુ બની શક્યા નહીં, તેનુ મનુ ઘણુ દુઃખ છે. ઋષિભારતીએ કહ્યું કે, ઠાકોર સમાજના જ કેટલાક લોકોએ વાઈટ કોલર ગુલામી કરી છે, આપણે પૉઝિશન નહીં પાવરમાં આવવું પડશે.