અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં કોરોનાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે ત્યારે હવે જેલના કેદીઓ પણ કોરોની ઝપેટમાં આવી ગયા છે. અમદાવાદમાં સાબરમતી સેન્ટ્રલ જેલમાં આઠ જેટલા કાચા કામના કેદીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર હરકતમાં આવ્યું છે.


મળતી માહીતી પ્રમાણે, સાબરમતી સેન્ટ્રલ જેલમાં કાચા કામના કેદી તરીકે રાખવામાં આવેલા કેદીઓ પૈકી મહોંમદ વાજીદ,ઉં.વર્ષ 32, નરેશ અરવિંદ,ઉં.વર્ષ-23,દ્વારકેશ વોરા, ઉં.વર્ષ-25,પ્રવિણ ઠકકર,ઉં.વર્ષ-38,ધીરૂ પાંડે,ઉં.વર્ષ-22, ખીમજીભાઈ મીર,ઉં.વર્ષ-22,જીત રમેશભાઈ-ઉં.વર્ષ-23 અને શૈલેષ ગોવેશભાઈ,ઉં.વર્ષ-29 કોરોના પોઝિટિવ થયા હોવાનું ખુલતા કોરોનાને નિયંત્રણમાં લેવા સંબંધિત કાર્યવાહી આરંભી દેવામાં આવી છે.

સાબરમતી વિસ્તારની વાત કરીએ સાબરમતી વોર્ડમાં શિવશક્તિ રો હાઉસ, રતનરાજ કલાસીક, સામર્થ્ય, કેશવનગર સોસાયટી, કૌશલ્ય ફલેટ અને ગાંધીવાસમાં પણ કોરોનાના એક-એક પોઝિટિવ કેસ નોંધાયા છે.

રાજ્યમાં બુધવારે નવા નોંધાયેલ કેસમાં અમદાવાદમાં 343, સુરતમાં 73, વડોદરામાં 35, ગાંધીનગરમાં 2, મહેસાણા-4, ભાવનગર 8, રાજકોટ 5, અરવલ્લી 4, સાબરકાંઠા 4, આણંદ 4, પંચમહાલ 1, પાટણ 1, કચ્છ 2, ખેડા 6, ભરૂચ 2, જૂનાગઢ 2, છોટાઉદેપુરમાં 1, મોરબીમાં 2, પોરબંદર 2,જામનગરમાં 2, સુરેન્દ્રનગર 4, અને અન્ય રાજ્યમાં ત્રણ   કેસ નોંધાયા છે.

રાજ્યભરમાં છેલ્લા 24 કલાકમાં 34 લોકોના મૃત્યુ થયા છે. જેમાં અમદાવાદમાં 26, સુરત અને અરવલ્લીમાં 2-2, ગાંધીનગર, ભાવનગર, બનાસકાંઠા અને સાબરકાંઠા એક-એક વ્યક્તિના મૃત્યુ થયા છે.