અમદાવાદમાં ડોક્ટર્સને કોરોના પોઝિટિવ આવવાનો સિલસિલો યથાવત છે. સતત ત્રીજા દિવસે અમદાવાદમાં 4 ડોક્ટર્સને કોરોના પોઝિટિવ આવ્યો છે. સતત બે દિવસથી 16 ડોક્ટર્સ સહિત નવા 4 એમ કુલ 20 ડોક્ટર્સને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
બુધવારે જે 4 નવા કોરોના પોઝિટિવ આવ્યા છે તેમાં બે મેલ ડોક્ટર અને બે મહિલા ડોક્ટરનો સમાવેશ થાય છે. આ ચાર ડોક્રમાંથી એક 25 વર્ષીય ડોક્ટર શારદાબેન હોસ્પિટલના મહિલા ડોક્ટર છે. જ્યારે ઘાટલોડિયામાં 47 વર્ષીય અને સેટેલાઈટમાં 34 વર્ષીય ડોક્ટરનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત આંબાવાડીમાં પણ 32 વર્ષીય ડોક્ટરનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
બુધવારે રાજ્યમાં નવા નોંધાયેલ કેસમાં અમદાવાદમાં 343, સુરતમાં 73, વડોદરામાં 35, ગાંધીનગરમાં 2, મહેસાણા-4, ભાવનગર 8, રાજકોટ 5, અરવલ્લી 4, સાબરકાંઠા 4, આણંદ 4, પંચમહાલ 1, પાટણ 1, કચ્છ 2, ખેડા 6, ભરૂચ 2, જૂનાગઢ 2, છોટાઉદેપુરમાં 1, મોરબીમાં 2, પોરબંદર 2,જામનગરમાં 2, સુરેન્દ્રનગર 4, અને અન્ય રાજ્યમાં ત્રણ કેસ નોંધાયા છે.
રાજ્યભરમાં છેલ્લા 24 કલાકમાં 34 લોકોના મૃત્યુ થયા છે. જેમાં અમદાવાદમાં 26, સુરત અને અરવલ્લીમાં 2-2, ગાંધીનગર, ભાવનગર, બનાસકાંઠા અને સાબરકાંઠા એક-એક વ્યક્તિના મૃત્યુ થયા છે.