અમદાવાદમાં ફરી કોરોનાની સ્થિતિ વણસી છે. છેલ્લા 24 કલાકમાં 401 નવા કેસ નોંધાયા છે. તો 2 દર્દીના મૃત્યુ થયા છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો પાંચ પોઝિટિવ કેસ નોંઘાયા છે. તો 270 દર્દી રિકવર થયા છે. હાલ શહેરમાં 866 કેસ એક્ટિવ છે.


કોરોનાની મહામારીના કારણે અમદાવાદ શહેરમાં ટેસ્ટિગ માટે જુદા જુદા વિસ્તારમાં ડોમ બનાવાયા છે. શનિવારે જુદા જુદા ડોમ સહિત 1100 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યાં છે. 1100 ટેસ્ટમાંથી 30 પોઝિટિવ કેસ આવ્યાં છે. તો ઘાટલોડિયામાં 100 કેસમાંથી 17ના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે. કોરોનાની સ્થિતિ વણસતા શહેરના કેન્ટેમેન્ટ જોનમાં પણ વઘારો થઇ રહ્યો છે. મકરબા, સાઉથ બોપલ, જોધપુર, ખોખરા, વટવા, વસ્ત્રાલ, રામોલ, થલતેજ, રાણીપ સહિતના વિસ્તારની કેટલીક સોસાયટી કન્ટમેન્ટ ઝોનમાં સામેલ છે.


રાજ્યમાં હાલ કુલ કુલ 6737 એક્ટીવ કેસ છે,   રાજ્યમાં આજ રોજ કોવિડ 19નાં કારણે કુલ 6 લોકો મોતને ભેટ્યાં છે.  જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશન 2, રાજકોટમાં 1 અને વડોદરા કોર્પોરેશનમાં 1 દર્દીનું મોત થયું છે.


રાજ્યના શહેરની કોરોનાની સ્થિતિ જોઇએ તો , સુરેન્દ્રનગરમાં 5 અને ગીર સોમનાથમાં 4 કેસ, છોટાઉદેપુર, દ્વારકા, તાપીમાં 3 – 3 કેસ, અરવલ્લી – વલસાડમાં 2 – 2, બોટાદ – પોરબંદરમાં 1 – 1 કેસ નોંધાયા છે.  તો વડોદરામાં 151 કેસ, જામનગરમાં 32 અને ગાંધીનગરમાં 33 કેસ, ભાવનગરમાં 35 અને જૂનાગઢમાં 13 કેસ, મહેસાણામાં 29 કેસ,અમદાવાદમાં 406 કેસ અને 2નાં મોત, સુરતમાં નવા 484 કેસ અને 2નાં મોત થયા છે. રાજકોટમાં 152 અને ખેડામાં 27, પંચમહાલમાં 24 કેસ નોંધાયા છે. મૃતક આંકની વાત કરીએ તો અત્યાર સુધીમાં રાજ્માં કોરોનાએ 4443 દર્દીનો ભોગ લીધો છે.  


રાજ્યમાં બે લાખ બે હજાર 529 વ્યક્તિઓને રસી આપવામાં આવી. અત્યાર સુધી 28 લાખ 36 હજાર, 204 લોકોને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. ...તો પાંચ લાખ 92 હજાર 712 વ્યક્તિઓને રસીનો બીજો ડોઝ પણ અપાઇ ચૂક્યો છે.