અમદાવાદ : ગુજરાતમાં કોરોના વાયરસ ફરી ઘાતક બની રહ્યો છે. શુક્રવારે અમદાવાદમાં 401 કેસ નોંધાયા હતા અને બે લોકોના કરૂણ મોત થયા હતા. અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફરીથી સુપરસ્પ્રેડર્સ શોધવા કવાયત શરૂ કરાઈ છે.જેના ભાગરૂપે શહેરની 18 જેટલી લેબોરેટરીઓ દ્વારા 500 રૂપિયામાં આર.ટી.પી.સી.આર.ટેસ્ટ કરી આપવા સંમતિ દર્શાવવામાં આવતા  આજથી આ લેબોરેટરીઓમાં આરટીપીસીઆર ટેસ્ટ શરૂ કરવામાં આવનાર હોવાનું સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળ્યું છે.


અમદાવાદમાં કોરોના સંક્રમણને અટકાવવા અધિક મુખ્ય સચિવ ડોકટર રાજીવ ગુપ્તાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ફુડ બિઝનેશ તથા અન્ય કોઈપણ વસ્તુની ડીલીવરી સાથે સંકળાયેલા ધંધાકીય એકમ,ડીલીવરીબોય તથા કર્મચારીઓ માટે આર.ટી.પી.સી.આર.ટેસ્ટ કરાવવાના થાય છે.


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હદ વિસ્તારમાં આવેલી ખાનગી લેબોરેટરી કે જેને સરકાર દ્વારા માન્યતા આપવામાં આવી છે.તેવી લેબોરેટરીના સંચાલકો સાથે વાતચીત બાદ તેઓ 500 રૂપિયામાં આરટીપીસીઆર ટેસ્ટ કરવા સંમત થતા આ લેબોરેટરીમાં 21 માર્ચને રવિવારથી ટેસ્ટની કામગીરી શરૂ કરવામાં આવશે.એમ મ્યુનિ.ના સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળ્યું છે.


કઈ-કઈ લેબોરેટરીમાં RT-PCR ટેસ્ટ કરાશે?


અમદાવાદ શહેરમાં જે ખાનગી લેબોરેટરીને આરટીપીસીઆર ટેસ્ટ કરવા મંજુરી આપવામાં આવી છે એની યાદી આ મુજબ છે.




ગુજરાતમાં કોરોનાનું શું છે ચિત્ર


રાજ્યમાં કોરોના  બેકાબૂ થયો છે. સંક્રમણમાં  સતત વધારો થઈ રહ્યો છે. શનિવારે રાજ્યમાં 1565  નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 6  લોકોના કોરોના સંક્રમણથી  મૃત્યુ થયા છે. શનિવારે રાજ્યમાં 969  દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં અત્યાર સુધી 2,74,249 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા  છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.08  ટકા પર પહોંચ્યો છે. હાલ 6737  એક્ટિવ કેસ છે, જેમાંથી 69   લોકો વેન્ટિલેટર પર અને 6668 લોકો સ્ટેબલ છે.


Coronavirus: સુરતમાં ઘાતક બની રહ્યો છે કોરોના, રોજ બનાવી રહ્યો નવા રેકોર્ડ, જાણો વિગત


રાશિફળ 21 માર્ચ:   આજથી હોળાષ્ટકનો પ્રારંભ, આ રાશિના જાતકોને થઈ શકે છે મોટું નુકસાન