અમદાવાદ: સમગ્ર દેશમાં કોરોનાની મહામારી સામે લડી રહ્યો છે ત્યારે દિવસે ને દિવસે કોરોનાના કેસોમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. દેશમાં કોરોનાથી સૌથી વધુ મોત ત્રણ રાજ્યોમાં થયા છે જેમાં મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્ય પ્રદેશનો સમાવેશ થાય છે. જોકે મહત્વની વાત એ છે કે, અત્યાર સુધી અમદાવાદના જમાલપુરના 76 દર્દીઓએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે જે દેશના 28 રાજ્યોમાં થયેલા કુલ મૃત્યુઆંક કરતા પણ વધારે છે જે ચોંકાવનારી બાબત છે.
દેશમાં કોરોનાના પોઝિટિવના દર્દીઓની સંખ્યા 39980 પર પહોંચી છે જ્યારે કોરોનાથી 1301 લોકોનાં મોત નિપજ્યું હતું. જોકે સૌથી મોટી વાત એ છે કે, અત્યાર સુધી અમદાવાદના જમાલપુરના 76 દર્દીઓએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે જે દેશના 28 રાજ્યમાં થથયેલા કુલ મૃત્યુઆંક કરતાં પણ વધારે છે.
સૌથી મોટી વાત એ છે કે, અમદાવાદના જમાલપુરમાં 700થી વધુ કોરોનાના પોઝિટિવ કેસ નોંધાતા જમાલપુર દેશનો સૌથી હાઈ રિસ્ક વોર્ડ બન્યો છે. જેને લઈને અમદાવાદ તંત્રમાં દોડધામ મચી ગઈ છે અને ચિંતામાં મુકાઈ ગયા છે.
કોરોનાના કારણે મહારાષ્ટ્રમાં 521 લોકોનાં મોત નિપજ્યાં છે. ગુજરાતમાં 262 લોકોનાં મોત નિપજ્યાં જ્યારે મધ્ય પ્રદેશમાં 151 લોકોનાં મોત નિપજ્યાં છે. જોકે અમદાવાદના જમાલપુરમાં કર્ણાટક, બિહાર અને કેરળ જેવા રાજ્યો કરતાં પણ વધુ કેસ અમદાવાદના જમાલપુર વોર્ડમાં જોવા મળ્યા છે.
અમદાવાદના આ એક જ વિસ્તારમાં કોરોનાના કારણે દેશનાં 28 રાજ્યો કરતાં વધારે મોત, જાણો ક્યો છે આ વિસ્તાર?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 May 2020 10:10 AM (IST)
દેશમાં કોરોનાના પોઝિટિવના દર્દીઓની સંખ્યા 39980 પર પહોંચી છે જ્યારે કોરોનાથી 1301 લોકોનાં મોત નિપજ્યું હતું. અત્યાર સુધી અમદાવાદના જમાલપુરના 76 દર્દીઓએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -