અમદાવાદઃ રાજ્યમાં હાલ કોરોના વાયરસે ફરીથી માથું ઉંચક્યું છે. એક અઠવાડિયાથી રોજના 400થી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં ફરી વધારો થઈ રહ્યો છે. બુધવારે છેલ્લા 24 કલાકમાં 475 નવા કેસ નોંધાયા હતા જ્યારે 358 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આજે કોરોના સંક્રમણથી અમદાવાદ કોર્પોરેશનમાં એક મૃત્યુ થયું હતું. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4412 લોકોના કોરોનાથી મોત થયા છે.

રાજ્યમાં અત્યાર સુધી 264195 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.40 ટકા પર પહોંચ્યો છે. હાલ 2638 એક્ટિવ કેસ છે, જેમાંથી 39 લોકો વેન્ટિલેટર પર અને 2599 લોકો સ્ટેબલ છે.

અમદાવાદમાં કેટલા નોંધાયા કેસ

અમદાવાદ કોર્પોરેશનમાં 115, સુરત કોર્પોરેશન 87, વડોદરા કોર્પોરેશનમાં 82, રાજકોટ કોર્પોરેશન 57, વડોદરા 12, ભાવનગર કોર્પોરેશન 10, સુરતમાં 9, જામનગર કોર્પોરેશન-8, રાજકોટ-8, આણંદ-7, કચ્છ-7, મહેસાણા-7, ખેડામાં -6, પંચમહાલ-6, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન અને જુનાગઢ કોર્પોરેશનમાં 5-5 કેસ નોંધાયા હતા.

2 માર્ચે અમદાવાદ કોર્પોરેશનમાં કોરોનાના 112 અને 1 માર્ચના રોજ 96 કેસ નોંધાયા હતા. ત્રણ દિવસમાં જ અમદાવાદમાં 323 કેસ નોંધાયા છે.

કેટલા લોકોને અપાઈ રસી

વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 10, 04, 777 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 2,17,779 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.



Vadodara: 3 વિદ્યાર્થીને કોરોનાનો ચેપ લાગતા એક સપ્તાહ માટે શાળા બંધ, વાલીઓમાં ફફડાટ

India vs England, 4th Test LIVE Updates: આજથી ચોથી ટેસ્ટ, પિચને લઈ બંને ટીમમાં મુંઝવણ

રાશિફળ 4 માર્ચ:   આજે ગ્રહોની ચાલ તમામ રાશિને કરી રહી છે પ્રભાવિત, જાણો તમામ રાશિનું આજનું રાશિ ભવિષ્ય