અમદાવાદના ઘાટલોડિયામાં તહેવારના સમયે લૂંટના ઈરાદે હત્યાની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે. અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી પારસમણી સોસાયટીમાં વૃદ્ધ દંપતીને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરવામાં આવી છે.  CCTVની મદદથી ફરાર લૂંટારુઓની પોલીસે શોધખોળ શરુ કરી છે.


ઘરની તિજોરી, કબાટ  વેરણ છેરણ મળી આવ્યા છે.  FSLની ટીમે ઘટના સ્થળે જઈને  તપાસ કરી.  મૃતક વૃદ્ધની ઉંમર હતી 90 વર્ષ, તો મૃતક વૃદ્ધા હતા 80 વર્ષના. હત્યાને લઈને સ્થાનિકોમાં ફફડાટ છે. હાલ તો પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને તપાસ હાથ ધરવામાં આવી છે.


રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 30 કેસ નોંધાયા


ગુજરાતમાં આજે કોરોનાના નવા 30  કેસ નોંધાયા છે. બીજી તરફ 27  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,338 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ મોત થયું નથી.   આજે 3,02,746 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 



ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે વડોદરા  કોર્પોરેશનમાં 7, અમદાવાદ કોર્પોરેશનમાં 5, વલસાડ 4, જૂનાગઢ 3, જૂનાગઢ કોર્પોરેશન 3, નવસારી 3, સુરત કોર્પોરેશન 3, કચ્છ 1, રાજકોટ કોર્પોરેશનમાં 1  કેસ નોંધાયો હતો.   જો  કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 199   કેસ છે. જે પૈકી 06 વેન્ટીલેટર પર છે, જ્યારે 193 નાગરિકો સ્ટેબલ છે. 8,16,338 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10090 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક  પણ મોત થયું નથી.   આજે 3,02,746 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 



બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 5  લોકોને કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ જ્યારે 1204 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 13254 નાગરિકોને રસીનો પ્રથમ અને 68392 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 29524 નાગરિકોને રસીનો પ્રથમ અને 190367 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 3,02,746 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 7,13,28,377 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.