અમદાવાદમાં કોરોના વાયરસનું સંક્રમણ વધતા મનપા દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.  વધતા જતા  કોરોનાના કેસના  કારણે AMC દ્વારા 8 વોર્ડમાં રાત્રે ખાણીપાણી બજાર બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. શહેરના 8 વોર્ડમાં રાત્રે 10 વાગ્યા બાદ ધંધાકીય એકમો બંધ રાખવાનો આદેશ કરાયો છે. 


અમદાવાદમાં વધતા કેસ મુદ્દે AMCએ મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં રાત્રે 10 વાગ્યાથી શહેરમાં ખાણીપાણી બજાર બંધ કરાશે. 8 વોર્ડમાં રાત્રે ખાણીપાણી બજાર બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. આ 8 વોર્ડમાં પાલડી, જોધપુર, મણીનગર, થલતેજ, ઘાટલોડિયા, નવરંગપુરા,  ગોતા અને બોડકદેવમાં ખાણી-પીણી બજાર રાત્રે બંધ રહેશે.