અમદાવાદઃ શહેરમાં એક યુવકે પોતાના જ સાસારિયા વિરુદ્ધ ધમકીભર્યા મેસેજ કરતાં પોલીસ કેસ નોંધાયો છે, શહેરના શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં પતિએ જ પત્નીના અશ્લીલ ફોટો અને ધમકી ભર્યા મેસેજ સાસરીયાઓને કર્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે.


માહિતી પ્રમાણે, ચાંદલોડિયામાં રહેતા સ્ત્રીના પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાથી તેની પત્ની પિયરમાં રહેતી હતી. સાળાએ બનેવી સામે સોલા પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે.



ચાંદલોડિયામાં રહેતા અને ડેન્ટીસ્ટ યુવકની બહેનના વર્ષ 2018માં ગાંધીનગરના યુવક સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ યુવકના અન્ય સ્ત્રી સાથે સંબંધો હોવાનું બહાર આવતા ડોક્ટરની બહેન પિયરમાં આવી ગઇ હતી. આ બાબતને લઇને ગાંધીનગર મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી.



થોડા દિવસ પહેલા ડોક્ટર યુવકે મોબાઇલ ફોન ચેક કરતા તેમના બનેવીના મેસેજ વોટ્સએપ પર આવ્યા હતા. જેમાં સાતથી આઠ અશ્લીલ ફોટો તેમની બહેનના હતા અને એવું લખ્યું હતું કે તારી બહેનના ધંધા આખું ગામ જોશે એક્ઝામ્પલ જોઇ લે તમે હોશિયાર છો ને હવે જોઇ લો મને હું નહિ આખી દુનિયા જોશે.