Arvind Kejriwal Gujarat visit: મિશન 2022 માટે દિલ્હીના સીએમ અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આજે સાંજે અમદાવાદ આવી પહોંચશે. અરવિંદ કેજરીવાલ આજે સાંજે ૭ વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આવશે. તેઓ ત્રણ દિવસ ગુજરાતમાં રોકાશે તેવી માહિતી સામે આવી છે. આજે અરવિંદ કેજરીવાલ રાત્રિ રોકાણ અમદાવાદમાં જ કરશે. આ દરમિયાન તેઓ નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે.


 



અરવિંદ કેજરીવાલ સવારે અમદાવાદ ખાતે ઓટો ડ્રાઈવર્સ ટાઉનહોલ મિટિંગ કાર્યક્રમમાં ભાગ લેશે. બપોરે અમદાવાદ ખાતે ટ્રેડર્સ ટાઉનહોલ મિટિંગ કાર્યક્રમમાં ભાગ લેશે. ત્યાર બાદ સાજે  અમદાવાદ ખાતે એડવોકેટ ટાઉનહોલ મિટિંગ કાર્યક્રમમાં ભાગ લેશે. 13 સપ્ટેમ્બરે બપોરે અમદાવાદ ખાતે એક ગેરંટીની ઘોષણા કરશે. સાંજે  સફાઈ કર્મચારીઓ સાથે ટાઉનહોલ મિટિંગ કાર્યક્રમમાં ભાગ લેશે. 13મીએ સાંજે દિલ્હી જવા રવાના થશે.


સાબરમતી નદીમાં ડૂબી રહ્યા હતા મામા-ભાણેજ, ત્યારે જ દેવદૂત બનીને આવ્યો JCB ચાલક


અમદાવાદ: અનંત ચતુર્દશીએ ગણેશ વિસર્જન સમયે સાદરા ગામે બે વ્યક્તિઓ નદીમાં ડૂબ્યા હતા. આ દરમિયાન એક વ્યક્તિએ સાબરમતી નદીમાં કૂદીને એકને બચાવ્યો હતા જ્યારે બીજો વ્યક્તિ ઊંડા પાણીમાં ગરક થઈ ગયો છે. જો કે, પાણીમાં ડૂબતા વ્યક્તિને બચાવવા ગયેલા વ્યક્તિને પણ તરતા આવડતું ન હોવાથી તે પણ ડૂબવા લાગ્યો હતો. આ સમયે એક અજાણ્યા JCB ચાલકે બંને વ્યક્તિઓને બચાવવા પ્રયત્ન કર્યો હતો. મોતને ભેટનાર વ્યક્તિ માણસાના રંગપુરનો રહેવાસી હોવાની વાત સામે આવી છે અને તેનું નામ વિરેન્દ્રસિંહ હતું. જ્યારે જે વ્યક્તિનો આબાદ બચાવ થયો તેમનું નામ કરણસિંહ મનુભા રાણા છે. 


તો બીજી તરફ દેવદૂત બનીને આવેલા JCB ચાલકનો સંપર્ક થતા આજે ધણપ ગામના ગ્રામજનો તેનું સન્માન કરશે. પ્રાથમિક માહિતી પ્રમાણે JCB ચાલક પરપ્રાંતિય હોવાની માહિતી સામે આવી છે. નદીમાં રેતી ખનનને કારણે ઊંડા ખાડા થઈ જતા આ પ્રકારની ઘટના બની હોવાની ગ્રામજનોએ માહિતી આપી છે. JCB ચાલકને ગામ તરફથી 01 લાખ રૂપિયાની સન્માન રાશિ અપાશે. આ  ઉપરાંત ધણપ ગામના દરવાજા મદદ માટે હંમેશા ખુલા રહેશે.


મોતાના મુખમાંથી બહાર આવેલા કરણસિંહ રાણાએ જણાવ્યું કે, ગણેશ વિસર્જન સમયે મારો ભાણેજ વિરેન્દ્રસિંહ ચાવડા ડૂબી રહ્યો હતો. તેને બચાવવા હું નદીમાં કુદયો, જો કે મને તરતા આવડતું હોવાથી હું પણ ડૂબવા લાગ્યો. ત્યારે સામે કાંઠેથી અજાણ્યો jcb ચાલક આવ્યો જેણે મને બચાવી લીધો. જો કે મારો ભાણેસ વિરેન્દ્રસિંહ ન રહ્યો તેનું દુઃખ છે. મને તરતા આવડતું હોત તો આ ઘટના ન બનત તેમ કરણસિંહ જણાવ્યું.


આ પણ વાંચો...


Dahod: દાહોદમાં વીજળી પડવાથી એક મહિલાથી સહિત 3 લોકોના મોત


C-Voter Survey: શું અરવિંદ કેજરીવાલ 2024માં PM મોદી માટે બનશે પડકાર ? સર્વેમાં મળ્યો આ જવાબ 


આમિર ખાનને ત્યાંથી મળ્યા 17 કરોડ રોકડા, નોટોની પથારી કરીને સૂતો હતો, EDના દરોડામાં ફૂટ્યો ભાંડો


Crime News: અમદાવાદમાં મોબાઈલના ટાવર ચડીને યુવકે કર્યો આપઘાત


Crime News: મહેસાણામાં દંપત્તિ છરી વડે ઘાતકી હુમલો, મહિલાનું મોત