અમદાવાદ: અમદાવાદ શહેરમાં ડેન્ટલનો અભ્યાસ કરતા યુવકને અમદાવાદ શહેર ઝોન 1 એલસીબી દ્વારા બાઈક ચોરીના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. રાહુલ નામનો યુવક ઓનલાઈન જુગાર રમવાની આદતમાં આર્થિક નુકસાન થતા બાઈક ચોરીની પ્રવૃત્તિમાં જોડાયેલ હતો. રાહુલની સાથે તેના અન્ય યોગેશ અને દિલીપ નામના સાગરીતની પણ ધરપકડ કરી છે.
ત્રણેય આરોપીઓએ સાથે ભેગા મળીને શહેરના અલગ-અલગ વિસ્તારમાંથી ચોરી કરેલા 12 બાઈક અને 1 કારની કરી હતી ચોરી. સૌથી મોટી અને ચોંકાવનારી બાબત એ છે કે પકડાયેલ આરોપી પૈકી રાહુલ નામનો મુખ્ય આરોપી રેપીડોમાં ચોરી કરેલ બાઈક ચલાવતો હતો. રાહુલે ઓનલાઇન જુગારમાં પૈસા હારી જવાથી બાઈક ચોરી અને ચોરીની બાઈકથી રેપીડોમાં બાઈક ચલાવતો. પોલીસ પૂછપરછમાં સામે આવ્યુ છે કે રાહુલે રેપીડોમાં ડ્રાઇવર તરીકે પોતાનું રજીસ્ટ્રેશન એક દસ્તાવેજી પુરાવા મટે બાદમાં અપલોડ કરવાનું ઓપ્શન પસંદ કર્યું હતું, જેથી તેને રેપીડોમાં બાઈક ચલાવવા માટે પરવાનગી મળી. આ પ્રકારની ગંભીર બાબત પોલીસના જાણે આવતા રેપીડો નોટિસ આપી આ પ્રકારની ચૂક ભવિષ્યમાં ન થાય અને સિસ્ટમમાં સુધારો લાવવા માટે પણ તાકીદ કરવામાં આવી છે.
રાહુલ નામના આરોપીએ દોઢ મહિના સુધી ચોરેલી બાઇકથી રેપિડોમાં ગાડી ચલાવીને 181 જેટલી રાઇડ કરી લીધી હતી. યોગેશ નામનો આરોપી આર્થિક નુકસાન થતા બાઈક ચોરીની પ્રવૃત્તિ જોડાયો હતો. થોડા સમય પહેલા વસ્ત્રાપુર સરકારી વસાહતમાં સુપ્રીમ કોર્ટના ક્લાર્કની કાર ચોરી થઈ હતી, જેની તપાસ કરતા એલસીબી પોલીસને 12 બાઈક ચોરી અને 1 કાર ચોરીનો ભેદ ઉકેલાયો.
એક જ દિવસમાં 2 ASI લાંચ લેતા રંગે હાથ ઝડપાયા
લાંચીયા બાબુઓ સામે એસીબી સતત કામગીરી કરી રહ્યું છે, તેમ છતાં ઘણા લોકો સુધરવાનું નામ નથી લઈ રહ્યા. દાહોદમાં એક જ દિવસમાં બે એએસઆઈ લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હતા. ચાકલીયા પોલીસ મથકના ASI પ્રભુભાઈ લાંચ લેતા રંગે રંગે હાથ ઝડપાયા હતા. તેમણે ઝઘડા -તકરાર ની અરજીના નિકાલ માટે લાંચ માંગી હતી. તેમને 15 હજારની લાંચ લેતા દાહોદ એ.સી.બી એ ઝડપી પાડ્યા હતા. તેના થોડા કલાકો પહેલા દાહોદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરજ બજાવતાં ASI લાંચ લેતા એસીબીની છટકામાં ઝડપાયા હતા. ASI નારાયણ સંગાડા રૂ.10,000 ની લાંચ લેતા ઝડપાયા હતા. ગ્રામ્ય પોલીસ મથકમાં કરેલી અરજીના નિકાલ માટે લાંચ માંગી હતી. ગાંધીનગર ACB એ લાંચ લેતા ASI તેમજ પટાવાળા ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી. બંનેને દાહોદ એસીબી કચેરી ખાતે લઈ જઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.