અમદાવાદઃ ઓનલાઇન મેટ્રોમોનિયલ સાઇટ્સ પર આર્મીમાં મેજર તરીકે પરિચય કેળવી લગ્નની લાલચ આપી 30 લાખની ચીટિંગ કરનાર આરોપીની ધરપકડ સાબરમતી પોલીસે કરી છે. પોલીસે આરોપી પાસેથી અનેક દસ્તાવેજ કબ્જે કર્યા છે.
આજકાલ લોકોને ઓન્લાઈનનું ઘેલું લાગ્યું છે પરંતુ જો ટેક્નોલોજીનો ઉપયોગ સમજ્યા વગર કરવામાં આવે તો બહુ મોટું નુકશાન ભોગવવું પડે છે. કાંઈક આવું જ બન્યું પોલીસ જુલિયાન વિક્ટર સિંહ નામના ચબરાક આરોપીએ યુવતીને પોતાની જાળમાં ફસાવી 30 લાખ રૂપિયાનો ચૂનો લગાવ્યો હતો.
ફરિયાદી પિતાએ પોતાની દિકરીની મેટ્રોમોનિયલ સાઇટ પર પ્રોફાઇલ બનાવી હતી. તે સાઇટ પર આરોપીએ પોતાની ખોટી પ્રોફાઇલ કબીર સિન્હા નામે બનાવી હતી. તેના દ્વારા તે આ યુવતીના સંપર્કમાં આવ્યો હતો અને તેણે યુવતીને પોતે આર્મીમાં મોટી પોસ્ટ પર હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ પોતાની માતાને કેંસર જેવી ગંભીર બીમારી છે એમ કહીને 30 લાખ રૂપિયા પડાવ લીધા હતા.
આરોપી એટલો શાતીર છે કે પોતાની અલગ અલગ પ્રોફાઈલ બનાવી છે જેમાં અલગ અલગ ઓળખ આપી છે. અને સૂત્રોના જણાવ્યા અનુસાર ચાર જેટલી મહિલાઓ સાથે લગ્ન કરી ચુક્યો છે ત્યારે આ પાપાનો ઘડો ત્યારે ફૂટ્યો જ્યારે યુવતીના પિતા આરોપીના ઘરે લગ્નની વાત કરવા માટે ગયા ત્યારે ખબર પડી હતી. તેના સાથે છેતરપિંડી થઇ ગઈ છે. આ મામલે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસને શંકા છે કે આ આરોપીએ દેશભરમાં અનેક યુવતીને પોતાનો શિકાર બનાવી હોઈ શકે છે.
હાલ પોલીસે આરોપીની પૂછપરછ કરી છે સાથે જ તેના રિમાન્ડ માટે કાર્યવાહી શરુ કરી પુરાવા એકઠા કરવા કવાયત શરુ કરી છે. સાથે જ સાબરમતી પોલીસે લોકોને અરજ કરી રહ્યા છે કે આ આરોપી દ્વારા અન્ય કોઈ સાથે આ રીતે છેતરપીંડીની કરી હોઈ તો સાબરમતી પોલીસનો સંપર્ક કરે.