અમદાવાદઃ કેંદ્રની મોદી સરકાર દ્વારા 500 અને 1000 નોટો પરના પ્રતિબંધના ઐતિહાસીક નિર્ણયથી લોકોમાં મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. લોકો કલાકો સુધી બેંક અને ATMની લાંબી લાઇનો લગાવી રહ્યા છે. લોકો પોતાની જુની નોટો બદલવા માટે હાલાકીનો સામનો કરી રહ્યા છે. સતત 9 દિવસથી લોકો પોતાનો કામધંધો છોડીને બેંકોમાં નાણાં બદલવા માટે ઉભા છે.
લોકોને પડી રહેલી હાલાકીમાંથી રાહત આપવા માટે કેટલીક સામાજીક સંસ્થાઓ સામે આવી છે. જે લોકોને પાણી, બિસ્કીટ,ચા ની સાથે સાથે હેવમોરના આઇસક્રીમ પણ આપી રહ્યા છે. આ પ્રકારની કામગીરી વિવીધ મોટા શહેરોમાં પોલીસ દ્વારા પણ કરવામાં આવી રહી છે. જે લોકોને પાણી અને ચા વહેચતા નજરે પડે છે.
કેંદ્રના આ નિર્ણય સામે ઘણા લોકો સેવનું કામ કરે છે તો ઘણા લોકો જનતાને છેતરવાનું કામ કરી રહ્યા છે. જનતાને પડતી હાલાકીનો લાભ ઘણા ઠગો પણ ઉઠાવી રહ્યા છે.