અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલમાં વહેલી સવારે આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. હોસ્પિટલની બેઇઝમેન્ટમાં આગ લાગી હતી.


અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલના બેઇઝમેન્ટમાં આજે  વહેલી સવારે 4 વાગ્યે આગ લાગી હતી. આગના કારણે જાનહાનિના કોઇ અહેવાલ નથી. આગના કારણે તાબડતોબ  તમામ દર્દીને અન્ય હોસ્પિટલમાં લઇ જવાયા છે.કેટલાક દર્દીઓને આનંદ હોસ્પિટલમાં,કેટલાક દર્દીઓને BAPS હોસ્પિટલમાં ખસેડાયા  છે. સદભાગ્યે કોઇપણ દર્દીના આગના કારણે કોઇ પ્રકારનું નુકસાન નથી થયું,. તમામ દર્દીઓ સલામત છે. આગની  જાણ થતાં ફાયર વિભાગની છ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી બાદ વધુ  ગાડીને પણ બોલાવાામાં આવી હતી આ હાલ ઘટના સ્થળ પર 20 ફાયરની ગાડી એકશનનમાં છે અને  આગ બુઝાવવા માટે જહેમત હાથ ધરી હતી.  ધુમાડાને લીધે આગ ઓલવવામાં   મુશ્કેલી પડી રહી છે. રોબોટની મદદથી આગ પર કાબુ મેળવવાના  પ્રયાસો થઇ રહ્યાં છે.      


ઘૂમાડો વધુ હોવાથી આગ ઓલવવામાં મુશ્કેલી પડી રહી છે.જેના કારણે રોબોટ, મોટા પંખા મુકીને ધુમાડો દુર કરવામાં આવી રહ્યો છે. 4 કલાકની જહેમત બાદ પણ હજુ આગ ઓલવાઇ નથી.  ઓક્સિજનની સાથે ફાયર વિભાગના જવાનો બેઝમેન્ટમાં પહોંચ્યા છે અને આગ ઓલવવા માટેની કવાયત કરી રહ્યાં છે.રાજસ્થાન હોસ્પિટલમાં લાગેલી આગના કારણે મુખ્ય રસ્તાને પણ તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યો છે. હોસ્પિટલના સત્તાધીશો, મનપાના અધિકારીઓ ઘટનાસ્થળે  પહોંચીને સમગ્ર સ્થિતિનો તાગ મેળવી રહ્યાં છે.