અમદાવાદઃ શ્રમ અને રોજગાર વિભાગ હેઠળના નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય તંત્રના નેજા હેઠળ  ફેક્ટરીમાં થતી ઈમરજન્સીને પહોંચી વળવા માટે શહેરમાં સૈજપુર-ગોપાલપુર,પીપલજ પીરાણા રોડ ખાતે  ચીરીપાલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ. (ફાયબર ડીવીઝન તથા ફેબ્રિક ડીવીઝન) તથા નંદન ડેનિમ લિમિટેડ ખાતે ફાયર મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ મોકડ્રીલમાં આગના બનાવનો  સીનારીઓ ઉભો કરીને શ્રમયોગીઓની સર્તકતાની ચકાસણી કરવામાં આવી હતી તથા એસેમ્બલી પોઇન્ટ પર એકત્ર થયેલા શ્રમયોગીઓને ડી બ્રીફીંગ દરમિયાન આગ સમયે કરવાની કામગીરી અંગે માહીતગાર કરવામાં આવ્યા હતા. આ મોકડ્રીલમાં ફેક્ટરીમાં કામ કરતા શ્રમયોગીઓ ઉપરાંત  કંપનીના ડાયરેક્ટર તથા નિયામક ઓદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યના અધીકારીઓ અને સરકારી શ્રમ અધીકારી હાજર રહ્યા હતા.