એક તરફ ગુજરાતમાં બાળકમાં મ્યુકોરમાઇકોસીસ એટલે કે બ્લેક ફંગસનો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે. ત્યારે હવે ગુજરાતમાં બેલ્ક ફંગસ બાદ હવે વ્હાઈટ ફંગસનો પ્રથમ કેસ સામે આવ્યો છે. અમદાવાદના સોલા સિવિલ હોસ્પિટલમાં વ્હાઇટ ફંગસનો પ્રથમ કેસ નોંધાતા ડોક્ટરોમાં પણ ચિંતા પ્રસરી છે. અમદાવાદમાં વ્હાઇટ ફંગસના પહેલો કેસ સામે આવ્યો છે. શરીરના અલગ અલગ અવયવને બહોળા પ્રમાણમાં નુકસાન કરે છે.
ગુજરાતમાં કોરોના પછી નવી મહામારીનો ખતરો વધ્યો છે. છેલ્લા ઘણા સમયથી બ્લેક ફંગસના દર્દીઓનો પણ સતત વધારો થઈ રહ્યો છે. કોરોના કાળમાં સાજા થયા પછી દર્દીઓ પર મ્યુકોરમાઇકોસીસનો ખતરો વધ્યો છે.
બ્લેક ફંગસ (મ્યુકોરમાઈકોસિસ)એ ચિંતા વધારી
દેશમાં કોરોના મહામારીની બીજી લહેર વચ્ચે બ્લેક ફંગસ (મ્યુકોરમાઈકોસિસ)એ ચિંતા વધારી છે. ઘણા રાજ્યોમાં આના કારણે લોકોના મોત થયા છે. એવામાં ઘણા રાજ્યોએ તેને મહામારી જાહેર કરી છે. ત્યારે દિલ્હી એઈમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું બ્લેક ફંગસ મ્યુકોરમાઈકોસિસને રોકવા માટે ત્રણ સાવચેતી ખૂબ જ જરુરી છે. પ્રથમ ડાયાબિટિસને કન્ટ્રોલમાં રાખવું જોઈએ. બીજુ કે સ્ટેરોઈડ ક્યારે આપવાના છે તેને લઈ સાવધાની રાખવી જોઈએ અને ત્રીજુ સ્ટેરોઈડના હળવા અને મધ્યમથી ડોઝ આપવા જોઈએ.
જ્યારે મેદાંતા હોસ્પિટલના ચેરમેન ડૉ નરેશ ત્રેહને કહ્યું કે બ્લેક ફંગસ ખાસ કરીને ધૂળમાં મળે છે, જે લોકો સ્વસ્થ છે તેના પર તે અસર નથી કરી શકતો. આપણે આ બીમારીને જેટલું જલ્દીથી ઓળખશું એટલી જ ઝડપથી તેની સારવાર સફળ થશે.
આ રાજ્યોએ બ્લેક ફંગસને મહામારી જાહેર કરી
ચંદીગઢ
પંજાબ
રાજસ્થાન
ગુજરાત
યૂપી
તામિલનાડુ
તેલંગણા
દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેંદ્ર જૈને શુક્રવારે જણાવ્યું કે રાષ્ટ્રીય રાજધાનીની હોસ્પિટલોમાં બુધવારે રાત સુધીમાં બ્લેક ફંગસના 197 કેસ સામે આવ્યા છે. તેમણે જણાવ્યું કે આમાં એ દર્દીઓ પણ સામેલ છે જે બહારથી અહીં હોસ્પિટલોમાં સારવાર કરાવવા માટે આવ્યા છે.
શું છે બ્લેક ફંગસ અથવા મ્યુકોરમાઈકોસિસ ?
બ્લેક ફંગસ (black fungus) એક દુર્લભ પ્રકારનું ઇન્ફેક્શન છે. આ ઇન્ફેક્શન શરીરમાં બહુજ ઝડપથી ફેલાય છે. બ્લેક ફંગસનુ સંક્રમણ મોટાભાગના દર્દીઓમાં જોવા મળ્યુ છે, જે ડાયાબિટીસથી પીડિત છે. અગાઉથી સ્વાસ્થ્યની સમસ્યાથી પીડાય રહેલા શરીરમાં વાતાવરણમાં હાજર રોગજનક વાયરસ, વેક્ટેરીયા અથવા અન્ય પેથોડન્સ સામે લડવાની ક્ષમતા ઓછી થઈ જાય છે. આ ફંગસના કારણે મસ્તિષ્ક, ફેફસા અને ચામડી પર પણ અસર જોવા મળે છે. આ કારણે કેટલાક દર્દીઓના જડબા અને નાકના હાકડાં પણ ઓગળી જાય છે. જો સમય રહેતા આનો ઇલાજ ના મળે તો દર્દીનુ મોત પણ થઇ શકે છે.