અમદાવાદના પોશ વિસ્તારમાં કર્ણાવતી ક્લબની સામે ખાનગી પ્લોટમાં ભરાતાં આશરે 40 જેટલી ખાણી પીણીની દુકાનોને સીલ મારી દેવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ ઝોનના જોધપુર વોર્ડની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ અને જેટ ટીમ દ્વારા સંયુક્ત ડ્રાઈવ યોજી હતી. જેમાં ચકાસણી સમયે ઉપરોક્ત સ્થળે ગાઈડ લાઈનનું પાલન થતું ન હતું.
અમદાવાદમાં કોરોના વાયરસનું સંક્રમણને ફેલાતું અટાકવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટસિંગ જાળવવું તેમજ જાહેરમાં થુકવું નહીં વગેરે ગાઈડલાઈન જારી કરી છે. તેમ છતાં પણ લોકો નિયમનો ભંગ કરતાં હોવાનું કોર્પોરેશનન ધ્યાને આવ્યું હતું.
રવિવારે રાત્રિ સમય વિભાગ તથા જેટ ટીમે સંયુક્ત ટીમે ડ્રાઈવ કરી હતી જેમા કર્ણાવતી ક્લબની સામે આવેલા ખુલ્લા પ્લોટમાં ભરાતી ખાણીપીણી બજારમાં નિયમોનું પાલન નહી થતું હોવાનું જણાયું હતું જેના કારણે કોર્પોરેશને બજારને સીલ મારી દીધુ હતું અને નોટિસ ફટકારી હતી. જો પરવાનગી વગર દુકાનો ખોલવામાં આવશે તો તેની સામે કાયદેસરન પગલાં લેવામાં આવશે.
અમદાવાદના આ પોશ વિસ્તારમાં આવેલી ખાણી-પીણી બજારને કોર્પોરેશને મારી દીધું સીલ? જાણો કેમ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Sep 2020 12:05 PM (IST)
રવિવારે રાત્રિ સમય વિભાગ તથા જેટ ટીમે સંયુક્ત ટીમે ડ્રાઈવ કરી હતી જેમા કર્ણાવતી ક્લબની સામે આવેલા ખુલ્લા પ્લોટમાં ભરાતી ખાણીપીણી બજારમાં નિયમોનું પાલન નહી થતું હોવાનું જણાયું હતું
- - - - - - - - - Advertisement - - - - - - - - -