અમદાવાદ : MarkPatent.ORG દ્વારા અમદાવાદમાં તા. 23 અને 24 ફેબ્રુઆરી 2019નાં રોજ ઈન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી રાઈટસ (ipr) અંગેના 14માં આંતરરાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. MarkPatent.ORG દ્વારા અગાઉ 13 સફળ વાર્ષિક સેમિનારોનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે યોજાયેલા સેમિનારની          થીમ-“Intellectual Property Rights- A key to Successful Business Strategy” હતી.


MarkPatent.ORG એ એવી સંસ્થા છે, કે જે ઈન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી તત્વો જેવા કે ટ્રેડમાર્કસ એક્ટ, પેટન્ટ એક્ટ, કોપીરાઈટ એક્ટ, ડિઝાઈન એક્ટ અને સાયબર એક્ટમાં એડવાન્સમેટ અને સ્પોર્ટનાં ક્ષેત્રના સક્રિયપણે કાર્યરત છે, જેનાથી વ્યાપારી સમુદાય, વિદ્યાર્થીઓ ટ્રેડ એસોસિએશન્સ વગેરેમાં આવા કાયદાઓ અંગેની સભાનતા આવે.

MarkPatent.ORG નાં મેનેજિંગ ટ્રસ્ટી ડો. રાજેશકુમાર આચાર્ય ટોચનાં આંતરરાષ્ટ્રીય આઈપી એટર્ની છે અને તેઓ કાનૂની ક્ષેત્રમાં 40 વર્ષનો સુદીર્ઘ અનુભવ ધરાવે છે. તેઓ આંતરરાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત આઈપી એટર્ની ફર્મ એચ કે આચાર્ય એન્ડ કંપનીનાં મેનેજિંગ ડાયરેક્ટર છે. તેઓ વિવિધ ભારતીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના સક્રિય સભ્ય છે. આ સેમિનારમાં ડો. આચાર્યએ ‘Artificial Intelligence from Brick to Brain’ વિષય પર વકતવ્ય આપ્યું હતું. આ વકતવ્યમાં તેમણે અગત્યનાં ઘટકો વડે મશીન ઈન્ટેલીજન્સ દ્વારા ડિસીઝન મેકીંગ પ્રોસેસ અંગે વિસ્તૃત છણાવટ કરી હતી.

આ સેમિનારને જીસીસીઆઈ, જિટકો, ગુજકોસ્ટ વગેરે જેવી જાણીતી સંસ્થાઓ દ્વારા સહ આયોજિત કરવામાં આવ્યો છે. સીઈડી (સેન્ટર ફોર એન્ટર પ્રન્યોરશીપ ડેવલપમેન્ટ) આ સેમિનારની ટોચની સહ આયોજકોમાંની એક છે. સીઈડી તે 40 વર્ષ જૂની ગુજરાત સરકાર દ્વારા પ્રાયોજિત થયેલી સંસ્થા છે, કે જે સક્રિયપણે સ્કીલ ડેવલપમેન્ટનાં ક્ષેત્રમાં કાર્યરત છે. માર્કપેટન્ટ ડોટ ઓઆરજી અને સીઈડી સંયુક્તપણે ગુજરાત સરકાર દ્વારા પેટન્ટ રજિસ્ટ્રેશન્સ માટે ફાળવાયેલી ગ્રાન્ટમાંથી વ્યાપારી સમુદાય, વિદ્યાર્થીઓ અને અન્ય જૂથોને સ્કીલ ડેવલપમેન્ટ અને ઈનોવેશન ઉપરાંત આજનાં ઝડપી ઔદ્યોગિક વૃધ્ધિ ધરાવતા યુગમાં તેમનાં ઈન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી રાઈટસનાં સંરક્ષણ માટે મદદ કરે છે.

આ સેમિનારમાં ભારત, કોલમ્બીયા, ચીન, જર્મની, યુએસએ, લેટવિયા, બ્રાઝિલ, ઈટાલી, આર્જન્ટીના અને મલેશિયા જેવા દેશોનાં સ્પીકરોએ વિવિધ આઈપીઆર (ipr) ટોપિક્સ પર પોતાના પ્રેઝન્ટેશન્સ આપ્યા હતાં. સીઈડીનાં ડાયરેક્ટર ડો. રામનાથ પ્રસાદે સ્કીલ ડેવલપમેન્ટ અંગે પોતાનું પ્રેઝન્ટેશન આપ્યું હતું. ગુજરાત સરકારની આઈપીઆર કમિટીનાં સભ્ય પદમિન બુચે આઈપીઆરનાં રસપ્રદ વિષય પર પોતાનું પ્રેઝન્ટેશન આપ્યું હતું. જીસીસીઆઈનાં પ્રેસિડેન્ટ ડો. જયમિન વસા પ્રથમ દિવસે મુખ્ય મહેમાનપદે ઉપસ્થિત રહ્યા હતા. બીજા દિવસનાં કાર્યક્રમમાં ટ્રોઈકાના મેનેજિંગ ડાયરેક્ટર ડો. કેતન પટેલ મુખ્ય મહેમાન પદે અને જીટીયુનાં વાઈસ ચાન્સેલર ડો. નવીન શેઠ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.